ભક્તિ:સોમનાથના અહલ્યાબાઇ મંદિરે 4.5 કિલો ચાંદીનું શિવમુખ ચઢાવ્યું

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોહાણા મહિલા પરિષદની 80 બહેનોએ સોમનાથ દાદાના ઓનલાઇન કિર્તન કર્યા

અમેરિકા નિવાસી નરેન્દ્રભાઇ નામના શિવભક્તે સોમનાથમાં આવેલા અહલ્યાબાઈ મંદિરમાં શિવલીંગને 4.5 કિલો ચાંદીનું શિવમુખ અર્પણ કર્યું છે. મંદિરના પૂજારી મીથીલેશભાઇ દવે સાથે વાતચીત થયા બાદ તેમણે આ દાન કર્યું હતું. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ દાતાનો આભાર વ્યક્ત કરવા સાથે તેમના પરીવારનું સન્માન કર્યું હતું.

દક્ષિણ ભારત લોહાણા મહિલા પરીષદની 80 બહેનોએ મોબાઇલ એપના માધ્યમથી સોમનાથ ખાતે વર્ચ્યુઅલ કિર્તન કળશ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં સોમનાથમાં સાંજે 4:30 થી 7:30 દરમ્યાન ઓનલાઇન શિવ-કૃષ્ણ કિર્તન અને ભજન કર્યા હતા. સાથે જ સોમનાથ મહાદેવના લાઇવ દર્શન તેમજ સાયં આરતીનો લ્હાવો પણ લીધો હતો. મહિલા મંડળને આ કાર્યક્રમના આયોજનમાં સોમનાથ ટ્રસ્ટની સહાય મળી હતી.

અન્ય સમાચારો પણ છે...