તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સોમનાથ મંદિરનો 71'મો સ્થાપના દિવસ ઉજવાયો

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાદેવની મહાપૂજા વિશેષ શૃંગાર- દીપમાલીકા,સરદારને વંદના-પુષ્પાંજલી અર્પણ કરાઈ

સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ જે સ્થાને પર હતુ તે સ્થાન પર પુનઃસ્થાપના કરી સરદાર વલ્ભભાઈ પટેલે દેશવાસીઓ પર એક મોટુ ઋણ કર્યું છે. જેમા 11, મે,1951ના દિવસે પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદ દ્વારા ગર્ભગૃહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે સમુદ્રમાં સણગારેલી બોટ દ્વારા 21 તોપની સલામી સાથે ભક્તોએ જય સોમનાથના નાદ સાથે મંદિર પર ધ્વજારોહણ કર્યું હતું. જ્યારે આ પ્રસંગે સરદાર સાથે સોમનાથ નિર્માણમાં મહત્વની ભુમીકા અદા કરનાર લોકો તરીકે દિગ્વિજયસિંહ, કાકા સાહેબ ગાડગીલ, મોરારજીભાઈ દેસાઈ,કનૈયાલાલ મુન્શી સામેલ હતા.

જો સરદારને યાદ કરીએ તો કનૈયાલાલ મુન્શીના શબ્દો યાદ આવે કે “જો સરદાર ન હોત, તો આપણી આંખો સોમનાથનુ પૂનઃનિર્માણ નિહાળવા સદ્ભાગી થઈ ન હોત.ત્યારે સ્થાપનાદિન નિમિત્તે મંદિર પરિસરમાં આવેલ સરદારની પ્રતિમાને વંદના-પૂષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. વિશ્વકોરોના મુક્ત બને અને કોરોનાગ્રસ્ત દર્દીઓને નિરામય આરોગ્ય મળે તે માટે મહામૃત્યુંજ્ય મંત્રજાપ કરવામાં આવ્યા હતા. ઓનલાઇન મહાપૂજા ટ્રસ્ટી-સેક્રેટરી પી.કે. લહેરી દ્વારા કરવામાં આવી હતી. સાંજે સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર અને દિપમાલા કરી મહાદેવને વિશેષ શૃંગાર અને દિપમાલા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...