તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ગીર-સોમનાથ જિલ્લામાં બાળલગ્ન અટકાયત ટાસ્ક ફોર્સની ટીમો તૈયાર

વેરાવળ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળ લગ્નની માહિતી આપનારની વિગતો અને પુરાવા ગુપ્ત રાખવામાં આવશે

બાળ લગ્ન એક સામાજીક દુષણ છે. 21 વર્ષથી નાની વયના દિકરા અને 18 વર્ષની નાની વયની દિકરીના લગ્ન બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 હેઠળ બીન જામીન પાત્ર ગુનો બને છે. આવા બાળલગ્ન કરાવનાર, કરનાર અને લગ્નમાં સહાકાર આપનારને 2 વર્ષની સખત કેદ અને એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઇ કરાઈ છે. જ્યારે વૈશાખ મહિનામાં ખાસ કરીને અખાત્રીજના દિવસે બહોળા પ્રમાણમાં લગ્નોના આયોજન થતાં હોય છે. જેથી અખાત્રીજના રોજ જિલ્લામાં બાળલગ્ન ન થાય અને જો થતાં હોય કે થનાર હોય, એવા લગ્નને વહેલાસર અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટના માર્ગદર્શન મુજબ ગીર-સોમનાથ જિલ્લામાં કુલ-6 તાલુકામાં બાળ સુરક્ષા એકમ, ચાઇલ્ડ લાઇન અને સ્વૈચ્છીક સંસ્થાઓના કર્મચારીઓ સાથેની ટાસ્કફોર્સ ટીમો બનાવામાં આવી છે.

આ ટીમો પોલીસ વિભાગનો સહકાર લઇ જિલ્લામાં વિવિધ સ્થળોએ લગ્ન થનાર આયોજનની તપાસ હાથ ધરવામાં આવશે ઉપરાંત આવા બાળ લગ્ન ન થાય માટે સામાજીક આગેવાનો, ગોર મહારાજો, સરપંચઓ વગેરેને કાયદાની યોગ્ય સમજણ અને તકેદારી રાખવા જણાવામાં આવશે. અને જો કોઈ વ્યક્તિને બાળલગ્નોની માહિતી મળે તો બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરીના ફોન નં.02876-285712 તેમજ ચાઇલ્ડ લાઇન-1098 પર માહિતી આપી સહયોગી થવા અનુરોધ કરાયો છે. માહિતી આપનારની વિગતો અને ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ગીર સોમનાથ એચ.આર.મૌર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...