સરપ્રાઈઝ ચેકીંગ:વેરાવળ-તાલાલા શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તહેવારને લઈને તંત્ર હરકતમાં, 150 કિલો અથાદ્ય વસ્તુનો નાશ કર્યો

ગીર-સોમનાથ જિલ્લામાં તહેવારને લઈને ફૂડ દ્વારા એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વડું મથક વેરાવળ અને તાલાલામાંથી 140 નમુના લઈ 150 કીલો જેટલી અખાદ્ય વસ્તુંઓનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ફરસાણ, મીઠાઈ, દુઘ અને ઘીનું વેંચાણ કરતા વિક્રેતાઓને ત્યાં ચેકીંગની કાર્યવાહી હાથ ઘરાઈ હતી.

દિવાળી હોવાથી બજારોમાં ખરીદી કરતા જોવા મળે છે. જેના લીધે અમુક ભેળસેળીયા તત્વો હલકી ગુણવતાના પદાર્થોનો ઉપયોગ કરી ફરસાણ અને મીઠાઇ બનાવી વેંચાણ કરવાની પેરવીમાં હોય છે. જેને ધ્યાને લઇને ચેકીંગ ડ્રાઇવ હાથ ઘરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...