તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાળુ પાક:ગીર સોમનાથમાં 6755 હેકટર ઉનાળુ વાવેતર વધ્યું

વેરાવળ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 32,425 હેક્ટરમાં ઉનાળુ પાક લેવાયો : સૌથી વધુ વાવેતર મગનું, સૌથી ઓછું ડુંગળીનું

ગિર-સોમનાથ જિલ્લામાં ઉનાળુ વાવેતરના મંડાણ થઇ ચૂક્યા છે. જિલ્લાની ખેતીવાડી શાખાના જણાવ્યા મુજબ, તા. 31 માર્ચ સુધીમાં જિલ્લાના 6 તાલુકામાં 32,425 હેકટર વિસ્તારમાં ઉનાળુ વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ગત વર્ષ કરતાં 6755 હેક્ટરનો વધારો થયો છે.

ગત વર્ષે કોરોનાની વૈશ્વિક મહામારી તેમજ ભારે વરસાદને કારણે ખેડૂતોને પાકની ઉપજ તેમજ વાવેતરમાં મોટો ઘટાડો થયો હતો. માર્ચ 2020 સુધીમાં 25,670 જેવું ઉનાળુ વાવેતર થયું હતું. જે આ વર્ષે વધીને 32,425 થયું છે. એટલેકે, વાવેતર વિસ્તારમાં ગત વર્ષ કરતાં 6755 હેક્ટરનો વધારો થયો છે. ગત વર્ષે ચોમાસામાં ભારે વરસાદને લીધે ડેમ અને કુવામાં પુષ્કળ પાણી હોવાથી ખેડૂતો એ સારી આશા સાથે વધુ વાવેતર કર્યું છે.

સમગ્ર જિલ્લામાં બાજરી 5390 હેક્ટરમાં, મગ 7345, અડદ 5424, મગફળી 438, તલ 3442, ડુંગળી 25, શેરડી 579, શાકભાજી 2983, ઘાસચારો 6569 અને ચોળીનો 230 હેક્ટર વિસ્તારમાં સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ વાવેતર મગ અને સૌથી ઓછું વાવેતર ડુંગળીનું થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો