હાલાકી:ઊના-દેલવાડા હાઇવે પર એક કિમી સુધી પથ્થરો વેરાતા રહ્યા

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેક્ટરની ટ્રોલીની વાડ ખુલી ગઇ, પાછળ આવતા વાહન ચાલકોને મુશ્કેલી પડી

ઊના-દેલવાડા રોડ પર અવારનવાર કાંકરી અને પથ્થર ભરીને જતા ટ્રેક્ટરની વાડ ખુલી જતાં ટ્રોલીમાંથી કાંકરી અને પથ્થરો રસ્તા પર વેરાય છે. આજે બપોરે ઊનાથી દેલવાડા તરફ પથ્થરના ટોળા ભરેલું ટ્રેક્ટર પુરઝડપે જતું હતું. ત્યારે રસ્તા પર ખાડાના કારણે અચાનક ટ્રેક્ટરની ટ્રોલીની વાડ ખુલી જતાં ટ્રોલીમાંથી એક-એક કરતા પથ્થરો હાઇવે પર વેરાયા હતા. પરિણામે પાછળ આવતા નાના મોટા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવતો રહ્યો હતો. આ પથ્થર 1 કિમી સુધી રસ્તા પર પડેલા જોવા મળ્યા. એક બાઇક ચાલકે ટ્રેક્ટરના ડ્રાઇવરને જાણ કર્યા બાદ તેને ખ્યાલ આવ્યો.

અન્ય સમાચારો પણ છે...