આયોજન:કુરિવાજોથી દૂર રહી યુવાનોને શિક્ષણ તરફ આગળ વધારવા હાકલ કરાઈ

ઊના19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊનામાં વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશનનાં સહયોગથી 13મો સમુહલગ્નોત્સવ યોજાયો

ઊના શહેરમાં ઘાંચી મુસ્લિમ સમાજનાં હોલ ખાતે વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન અને હાજી અમીન ગાડાવાળા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 13માં સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં 10 દુલ્હા-દુલ્હન લગ્ન બંધનથી જોડાયા હતા. અને ગુપ્ત પ્રયાગનાં સંત વિવેકાનંદબાપુએ નવદંપતિને આર્શીવાદ આપ્યા હતા. આ તકે આગેવાનોએ સમુહલગ્નોત્સવનું મહત્વ સમજાવી ખોટા કુરિવાજોથી દૂર રહી યુવાનોને શિક્ષણ તરફ આગળ વધારવા હાંકલ કરી હતી.

આ ઉપરાંત કોમીએકતા ભાઈચારા સાથે રહી ખોટા ખર્ચ અટકાવવા અને વ્યસન મુક્ત બનવા પણ કહ્યું હતું. આ સમુહ લગ્નોત્સવમાં સૈયદ રાજાબાપુ, સૈયદ હનિફમિયા, સૈયદ અયુબમિયાબાપુ, મુન્નાબાપુ, મુન્નાભાઈ ઉનડજામ, જવાબ સાજીદભાઈ ભીસ્તી, રફીકભાઈ, હાજી રજાકભાઈ, અજીતભાઈ વસીલા, શાળાનાં શિક્ષક રામચંદ્રભાઈ સહિતનાં હાજર રહ્યાં હતા. આ ઉપરાંત વિવેકાનંદબાપુનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...