અનલોક:સોમનાથનાં દ્વાર ખુલ્યાં, આરતીમાં પ્રવેશ નહીં, દંડવત્ નહીં કરી શકો

વેરાવળ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
61 દિવસ  સોમનાથ મંદિર બંધ હતું ત્યારે 10 કરોડ લોકોએ  ઓનલાઈન દર્શન કર્યાં હતાં. હવે મંદિર ખુલતા ભાવિકોનો પ્રવાહ ધીમે-ધીમે શરૂ થશે. - Divya Bhaskar
61 દિવસ સોમનાથ મંદિર બંધ હતું ત્યારે 10 કરોડ લોકોએ ઓનલાઈન દર્શન કર્યાં હતાં. હવે મંદિર ખુલતા ભાવિકોનો પ્રવાહ ધીમે-ધીમે શરૂ થશે.
  • પ્રથમ હરોળમાં અમદાવાદ,મહેસાણા, રાજકોટ,જૂનાગઢનાં ભાવિકો

11 એપ્રિલ 2021નાં સોમનાથ મંદિરનાં દ્વાર ભાવિકો માટે બંધ થયા, જે 61 દિવસ પછી શુક્રવારે ભાવિકો ભોળાનાથનાં દર્શન કરી ધન્યતા અનુભવી. સોમનાથ મંદિર ખુલવાને લઇ શિવ ભક્તઓમાં અનેરો ઉત્સાહ હતો. સવારે 4 : 30 વાગ્યાથી ભાવિકોનો ધીમો પ્રવાહ મંદિર પરિસરમાં પહોંચી ગયો હતો. પ્રથમ તો દર્શન માટે પાસની વ્યવસ્થા કરાઇ છે.

શુક્રવારની પ્રથમ હરોળમાં અમદાવાદ, મહેસાણા, રાજકોટ, જૂનાગઢનાં ભાવિકો હતો. દર્શન માટે ઓનલાઇન અથવા તો સ્થળ ઉપરથી ફરજિયાત પાસ મેળવવાનાં હતાં. કોરોનાનાં કારણે સોશ્યલ ડિન્ટન્સ જળવાય તે માટે પરિસર અને મંદિરમાં ગોળ રાઉન્ડ કરેલા છે. મંદિરમાં પ્રવેશ કરતા પહેલા દરેક વ્યક્તિને હાથ સેનેટાઇઝ કરવા રહેશે અને ટ્રેમ્પ્રેચર ગનથી તાપમાન માપવામાં આવ્યું હતું.

બાદ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. મંદિરની અંદર પણ દરેક વ્યક્તિએ સોશ્યલ ડિન્ટન્સથી ઉભા રહેવાનું હતું. તેમજ મંદિરમાં ભાવિકોને દંડવત કરવાની મનાઇ કરવામાં આવી છે. કોઈપણ દર્શનાર્થીને મંદિરમાં બેસવા દેવામાં આવતા નથી. દર્શન કરી સીધા બહાર નિકળવાનુ઼ હતું.

અન્ય સમાચારો પણ છે...