વૃક્ષારોપણ:સોમનાથ ટ્રસ્ટ ગીર સોમનાથ જિલ્લામાં 11 લાખ વૃક્ષો વાવશે

કાજલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ નરેન્દ્ર મોદીનાં જન્મ દિનની ઉજવણીનાં ભાગરૂપે
  • શ્રાવણ માસ દરમ્યાન 18 થી 20 લાખ ભાવિકો સોમનાથ આવ્યા

સોમનાથ ટ્રસ્ટ આગામી એક વર્ષ દરમ્યાન ગીર સોમનાથ જિલ્લામાં જુદા જુદા સ્થળોએ મળી કુલ 11 લાખ વૃક્ષો વાવશે.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી. કે. લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. તેઓ તા. 17 સપ્ટે.ના રોજ 71 વર્ષ પૂરા કરી 72 મા વર્ષમાં પ્રવેશે છે. આથી તેમના જન્મદિને સોમનાથ મંદિરે માર્કંડેય પૂજા, અષ્ટાધ્યાયી લઘુરૂદ્ર, મહાપૂજા, આયુષ્યમાન, સમુદ્ર બીચ સફાઇ, ચિત્ર પ્રદર્શન યોજાશે. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાની વસ્તી 11 લાખની હોઇ જિલ્લાની એક વ્યક્તિ દીઠ એક વૃક્ષ એમ કુલ 11 લાખ વૃક્ષ વાવવામાં આવશે.

જે સોમનાથના હરિહર વન, વાંસોજ પ્લાન્ટેશન અને ઊના તાલુકાના 4 ગામોમાં કરાશે. ગીર સોમનાથ જિલ્લાને આ રીતે ઓક્સિજન પાર્ક બનાવવાનો સંકલ્પ છે. દરમ્યાન શ્રાવણ માસ દરમ્યાન 18 થી 20 લાખ યાત્રિકો આવ્યાનો અંદાજ છે. જ્યારે સોશ્યલ મીડિયામાં વિશ્વભરના સાડા સાત કરોડ લોકોએ ઓનલાઇન દર્શન કર્યા છે. આગામી દિવાળી અને બાદમાં નાતાલની રજાઓ વખતે પણ યાત્રાળુઓનો પ્રવાહ વધશે એમ પણ તેઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...