તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ધુળેટી પર્વે સોમનાથ મંદિર 16 કલાક સળંગ ખુલ્લંુ રહેશે

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભીડ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઇ

કોરોનાની મહામારી વચ્ચે હોળી ઘુળેટી તહેવારો મા જગવિખ્યાત સોમનાથ મંદિરે દર્શન અાવતા ભાવિકો નો પ્રવાહ શરૂ થયેલ છે ત્યારે મંદિર મા પ્રવેશતા પહેલા ફરજીયાત માસ્ક પહેરવાની સાથે પાસ મેળવ્યા બાદ જ પ્રવેશ અાપવામાં અાવશે. અા સાથે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

અા પર્વે ભાવિકો માટે સોમનાથ મંદિર સળંગ 16 કલાક ખુલ્લુ રહેશે. અા અંગે સોમનાથ મંદિર ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, હોળી - ઘુળેટી પર્વે સોમનાથ મંદિર સવારે 6 થી રાત્રીના 10 વાગ્‍યા સુઘી સળંગ 16 કલાક ખુલ્લુ રહેશે. મંદિરમાં અાવતા ભાવિકો માટે પાસ સીસ્ટમ છે. જે મુજબ ભાવિકોએ અોફલાઇન પાસ મંદિર પરીસર પાસેના કાઉન્ટર પરથી મેળવી લેવાનો રહેશે અને અોનલાઇન પાસ સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ પરથી મેળવી લેવાના રહેશે. મંદિરમાં પ્રવેશ સમયે માસ્ક ફરજીયાત પહેરી રાખવાનું રહેશે. મંદિરમાં દર્શન અને અારતીમાં ભાવિકોએ ચાલતા ચાલતા દર્શન કરી બહાર નિકળવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો