તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંકલ્પ દિવસની ઉજવણી:સોમનાથ મંદિરે મહાદેવની વિશેષ પુજા કરી 74' મા સંકલ્પ દિવસની ઉજવણી કરાઇ

વેરાવળ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
સોમનાથ મંદિર ની ફાઈલ તસવીર - Divya Bhaskar
સોમનાથ મંદિર ની ફાઈલ તસવીર

સરદાર વલ્લભભાઈ પટેલ દેશ આઝાદ થયો અને જુનાગઢને આઝાદી અપાવી નૂતન વર્ષે 13 નવેમ્બર 1947 ના રોજ સોમનાથ આવ્યા ત્યારે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈને સરદારનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. તે સમયે તેઓએ સોમનાથ મંદીરનાં પુનઃનિર્માણ કરવાનો સંકલ્પ સમુદ્ર જળ હાથમાં લઈને કર્યો હતો. જ્યારે 13 નવેન્બરના રોજ આ સંકલ્પને 73 વર્ષ પૂર્ણ થયા છે. કાળક્રમે સરદાર પોતાના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પને નિહાળવા જીવિત ન રહ્યાં પણ આજે સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદારની પ્રતિમા અવિરત ભગવાન સોમનાથના દર્શન કરી રહી છે.

જેના અનુસંધાને સોમનાથ મંદિરમાં સંકલ્પ દિવસ નિમિતે સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ કરવામાં આવી ત્યારબાદ સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી જેમાં તિર્થપુરોહિતો સોમનાથ ટ્રસ્ટના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખાસ વિશેષ સાયંશૃંગાર તથા દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો