સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા માટે હવે કાયમી ધોરણે ડોબરમેન ડોગ ફાળવાયો છે.
એસપી રાહુલ ત્રિપાઠી અને સોમનાથ મંદિર સુરક્ષાના ડીવાયએસપી એમ. ડી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ડોગ હેન્ડલર તરીકે પોરબંદરના મહેન્દ્રસિંહ પરમારની નિમણૂંક કરાઇ છે. ડોબરમેન જાતીનો બુસ્ટર નામનો આ ડોગ સોમનાથ મંદિરની સુરક્ષા કરશે. અમદાવાદ એસઆરપી ગ્રુપ-2 ખાતે તેને 10 મહિનાની સઘન ટ્રેનિંગ અપાઇ છે. પોલિસ ડોગને સમાન્ય રીતે તેના જન્મના 6 મહિના પછી 9 માસની ટ્રેનીંગ અપાતી હોય છે. આ ડોગ મંદિરમાં પ્રવેશતા દર્શનાર્થી પોતાની સાથે કોઇ વિસ્ફોટક પદાર્થ લઇ જાય છેકે કેમ તેને સુંઘીને ઓળખી કાઢી ટ્રેનરને નિર્દેશ આપી દે છે. બુસ્ટર 16 મહિનાનો છે. એટલેકે, તે યુવાન છે.
સોમનાથ ખાતેના કાયમી ડોગ તરીકેની તેની આ પ્રથમ નિમણૂંક છે. અત્યાર સુધી દર મહિને ગુજરાતના 33 જિલ્લાઓમાંથી રોટેશન પદ્ધતિથી 1-1 મહિનો જુદા-જુદા જિલ્લાના ડોગને સોમનાથ મંદિરે ફરજ સોંપાતી રહી છે. આ ડોગ પોલિસમેનની જેમજ રોજ બેઝીક કવાયત પણ કરે છે. તેની ડ્યુટી સવારે 6 થી સાંજે 5 સુધીની હોય છે. સેલ્યુટ, આજ્ઞાંકિતતા, વડા અધિકારીઓ સાથે કેમ વર્તવું, શોધખોળની વિવિધ તરકીબોની તાલીમ તેને મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.