ધાર્મિક:સોમનાથ મહાદેવના 1 થી 20 નવેમ્બર સુધીમાં 6,75,777 લોકોએ દર્શન કર્યાં

વેરાવળ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • 6 થી 8 નવેમ્બર સુધીમાં પોણા બે લાખ દર્શનાર્થીએ મહાદેવને શીશ ઝુકાવ્યાં

વિશ્વ પ્રસિદ્ધ ભારત બાર જ્યોર્તિલિંગ પ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાક્ષાત દર્શન માટે મોટી સંખ્યામાં ભાવીભક્તો પધાર્યા હતા. જેમાં પહેલી નવેમ્બરથી શરૂ થયેલો ભાવિકોનો પ્રવાહ વણથંભ્યૌ ચાલું જ રહ્યો છે. તેમાં પણ દિવાળીના તહેવારોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જ્યારે 1 થી 20 નવેમ્બર 2021 સુધીમાં 6,75,777 દર્શનાર્થીએ સોમનાથ મહાદેવના પ્રત્યેક્ષ દર્શન કરી ધન્ય બન્યા હતા.

સૌથી વધુ ભક્તોની ભીડ તા. 6 થી 8 નવેમ્બર 2021ના રોજ જોવા મળી હતી. જેમાં તા. 6ના રોજ 50,948, તા. 7ના રોજ 59,299 અને તા. 8ના રોજ 50,948 દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યાં છે. જ્યારે વર્ષ 2021ના નવેમ્બર મહિનાને અંતે આ આકડો 10 સુધીને આંબી જવાની સંભાવના છે. જ્યારે ગત વર્ષે નવેમ્બર 2020માં આખા મહિના દરમ્યાન 3,50,640 દર્શનાર્થીઓની પધાર્યા હતા.

પ્રભાસ પાટણની મુખ્ય બજારમાં યાત્રિકોના વાહનોનો જમાવડો
કાજલી: પ્રભાસ પાટણની મુખ્ય બજાર ખુબજ સાંકડી છે. સોમનાથ મંદિરની બાજુમાં આવેલી બજારમાં જે ગેસ્ટ હાઉસ આવેલા છે ત્યાં યાત્રિકોના વાહનોના પાર્કિંગ કરાય છે. મંદિરની આજુબાજુમાં પણ પાર્કિંગને કારણે સ્થાનિક લોકોને પોતાના વાહનો સાથે અવરજવરમાં મુશ્કેલી પડે છે.

મુખ્ય બજારમાં વેપારીઓની દુકાનોની બાજુમાં બાઈક જેવા નાનાં વાહનો ખરીદી પૂરતા રાખે તો પણ કાર્યવાહી થાય છે. જ્યારે ગેસ્ટ હાઉસ પાસે યાત્રિકોના વાહનોને લીધે ટ્રાફિકના પ્રશ્નો ઉભા થાય છે છતાં કાર્યવાહી કરાતી નથી. આ વાહનો સોમનાથ ટ્રસ્ટના પાર્કિંગમાં રખાય તો સામાન્ય લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે એવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...