તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિન્દુ ધર્મની આસ્થાના કેન્દ્ર સમાન પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિર વિષે બફાટ કરનાર વિધર્મી શખ્સની પ્રિન્સીપાલ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.સોમનાથ મંદીર વીશે બફાટ કરનાર ઇર્શાદ રસીદને હરીયાણાના પાનીપતથી ગીર સોમનાથ પોલીસે ધરપકડ કર્યા બાદ રીમાન્ડ મેળવ્યાં હતાં, અને નીચેની કોર્ટે જામીન અરજી રદ કરતા આ શખ્સ દ્વારા વેરાવળના મુખ્ય જિલ્લા ન્યાયાલય સમક્ષ કરાયેલ જામીન અરજી કામે જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ દલીલો કરતા જણાવેલ કે, આરોપીનું દેશ વિરોધી કૃત્ય છે
પ્રજામા ધાર્મીક લાગણીઓ દુભાવી તોફાનો ફેલાવવાની અને દેશની શાંતી ડહોળવાની કોશીષ કરી છે. જેથી આ ગુનામાં સજાની જોગવાઇઓને બદલે ગુનાની ગંભીરતા ધ્યાને લેવી જોઇએ. તેમજ ઇર્શાદ રસીદ પરત હરીયાણા જતો રહે તો મુદતે આવે કે કેમ ? આ બધી દલીલોને માન્ય રાખી મુખ્ય જિલ્લા ન્યાયધીશ વી.જી. ત્રીવેદીએ ઇર્શાદ રસીદની જામીન મેળવવા અંગેની કરેલી અરજી નામંજુર કરી હતી.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.