તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:સોમનાથ- કોડીનાર નવી બ્રોડગેજ લાઇન 7 નદીનો માર્ગ અવરોધશે

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેરાવળમાં ખેડૂત એક્તા મંચ દ્વારા રેલવેના જનરલ મેનેજરને આવેદન આપ્યું

સોમનાથ-કોડીનાર વચ્ચે નવી રેલવે લાઇનના વિરોધમાં ખેડૂત એક્તા મંચ દ્વારા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છેકે, નવી રેલવે લાઇન 4 કંપનીઓ શાપુરજી પાલનજી, અંબુજા, સિદ્ધિ સીમેન્ટ અને જીએચસીએલ માટેજ છે. આ જમીન ફળદ્રુપ છે. આ લાઇનથી 19 ગામોના 2500 ખેડૂતોની જમીન કપાત થાય છે અને 500 થી 600 ખેડૂતો કાયમી ખાતેદાર મટી જાય છે. વળી આ ટ્રેક 3 મીટર ઉંચો બનવાથી ગીર જંગલમાંથી નીકળતી 7 નદીના પ્રવાહને અવરોધશે.

આથી 40 થી 50 ગામોમાં પાણી ભરાઇ સરોવર બની જશે. આથી 25,000 ખેડુતોને અસર થશે. આ રેલવે લાઇન થી 2,00,000 નાળિયેર અને 50,000 આંબા-ચીકુના વૃક્ષો કાપવા પડશે. આથી અમે જીવ આપી દેશું પણ જમીન નહીં આપીએ. જૂની રેલવે લાઇન વેરાવળ વાયા તાલાળાથી કોડીનાર ચાલુ છે. જેને મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાતરિત કરીને આ પ્રોજેક્ટને આ લાઇન પર ડાયવર્ટ કરવો જોઇએ.

આ અંગે જીએમ આલોકે કહ્યું હતું કે, રેલવે ખેડુતોના મુદ્દાને સમજશે અને તાલાળાવાળી લાઇનનું વિચારી ત્યારબાદ નીર્ણય કરાશે. આ તકે ખેડૂત એક્તા મંચના જિલ્લા પ્રમુખ રમેશભાઈ બારડ, રાજુભાઇ સોલંકી, ભગીરથભાઇ ઝાલા, ગોવિંદભાઇ ભોળા, સંજયભાઈ મોરી, કનુભાઈ પરમાર, મુકેશભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...