વિવાદ:સોમનાથ દરિયા કિનારે સ્થાનિકોને દુકાન ન ફાળવી, ગેરરિતી આચરી હોવાની રાવ

કાજલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાન ફાળવવામાં નહીં આવે તો 13 ધારકોની આત્મવિલોપનની ચિમકી

સોમનાથ દરિયા કિનારે વર્ષોથી વાસના બંબુની કાચી દુકાનો બનાવી અને ધંધો કરે છે. તેમને નવ નિર્માણ પામી રહેલી દુકાન 13 દુકાનધારકોને નહીં ફાળવી અને ગેરરીતી આચરી હોવાની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે. સોમનાથ દરિયા કિનારે વર્ષોથી વાસનાં બંબુ કાચી દુકાનો બનાવી અને ધંધો કરે છે. આ દરિયા કિનારે વોક વે બનતા વાસની કાચી દુકાનો હટાવવામાં આવી અને તેની જગ્યા ઉપર મારૂતિ હાર્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં અગાઉ દરિયા કીનારે જે દુકાનો હતી તેમાંથી મોટા ભાગના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પરંતુ 15 વર્ષથી આ જગ્યા પર દુકાન ધરાવી રોજગારી મેળવનાર 13 દુકાનદારોને દુકાન નહીં ફાળવતાં તેમાં રોષ જોવા મળ્યો છે. જ્યારે તેની જગ્યાએ 5 થી 6 મહિનાથી જે બહારના રાજ્યોના લોકોને લાગવગના ધોરણે દુકાનો ફાળવવામાં આવી છે. જ્યારે આ સ્થાનિક લોકો સામે ભેદભાવ રાખી અને સોમનાથ ટ્રસ્ટના જવાબદાર અધિકારીઓએ હરેશ વાસણ, જીતેન્દ્ર ગાવડીયા, કપિલ વાસણ, ભાવેશ વાસણ, દિપક બામણીયા, સાગર ગાવડીયા, ભાવેશ બામણીયા, વિજય બામણીયા, ગોપાલ ભરડા, જયેશ પરમાર, રમેશ ગઢીયા, નારણ ગઠીયા, કમલેશ વાસણ, સહિતનાને દુકાન ન ફાળવી તેમની સાથે ગેરરીતી આચરી હોવાની ફરિયાદ કરી છે.

આ તમામ 13 દુકાનદારોએ દુકાનની માંગ સાથે મુખ્ય મંત્રી, સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પી.કે. લહેરી, જિલ્લા કલેકટર, સાંસદ, ધારાસભ્યને રજુઆ કરી છે. અને જો આગામી સમયમાં દુકાન ફાળવવામાં નહીં આવે તો આ તમામ દુકાનદારો આત્મવિલોપન કરશે તેવી ચિમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...