માંગ:સોમનાથ-ભાવનગર હાઈવે રોડની કામગીરી 6 વર્ષથી ખોરંભે

કાજલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડની બન્ને સાઈડ ખોદી નાખતા વેપાર-ધંધા ઉપર મોટી અસર

સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેની કામગીરી છેલ્લા છ વર્ષથી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે. રોડની બન્ને સાઈડ ખોદી નાખતા વેપાર-ધંધાને માઠી અસર પડી રહી છે. વેરાવળ આજોઠાથી સોમનાથ બાયપાસ સુધીના પાંચ કીમીનો રોડની કામગીરી સદંતર બંઘ હાલતમાં જોવા મળી રહી છે.

આ ફોરટ્રેક રોડનું ખાતમૃહુર્ત છ વર્ષ પહેલા સોમનાથ ખાતે નિતિન ગડકરી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે છ વર્ષથી રોડ માત્ર ખોદાયેલો જોવા મળી રહ્યો છે. જેની અસર સ્થાનિક વેપારધંધા પર જોવા મળી છે. બીજી તરફ વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આથી તાત્કાલીક ધોરણે જવાબદાર તંત્ર દ્વારા આ રોડની કામગરી શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...