બેદરકારી:ઊના પંથકનાં 6 ગામોનાં કેટલાક લોકો વેક્સિનનો પ્રથમ ડોઝ લેવા ન આવ્યા

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બીજો ડોઝ ન લીધો હોવા છતાં લઈ લીધાનાં મેસેજ આવી ગયા

ઊના- ગીરગઢડા પંથકમાં જાન્યુઆરી 2021થી વેકસીનેશનની કામગીરી શરૂ થઈ હતી. ઊનાનાં 76 ગામ અને શહેરી વિસ્તારમાં વેકસીનેશનની કામગીરી ઝડપી ચાલતી હોવાના દાવા વચ્ચે જ 2,00,585 લોકોને વેકસીન આપવાનો ટાર્ગેટ લઈને ચાલતા તંત્રએ આજ દિન સુધી 1,92,654 લોકોને પ્રથમ ડોઝ આપ્યો છે. અને હજુ 8,304 લોકો બાકી હોવાનંુ જાણવા મળે છે. તેમજ બીજો ડોઝ 1,62,564 લોકોને અપાયો છે. હજુ 30,090 લોકો બાકી છે.

આમ પ્રથમ ડોઝ 96.05 અને બીજા ડોઝ 84.38 ટકા કામગીરી થઈ છે. ગીરગઢડામાં પ્રથમ ડોઝ 94,827 લોકોને અને 101.96 ટકા જ્યારે બીજો ડોઝ 86,695 લોકોને વેકસીન અપાઈ છે. અને 93.22 ટકા કામગીરી થઈ છે. આમ બંને તાલુકામાં વેકસીનેશનની કામગીરી પૂર્ણ થવામાં છે. જ્યારે ઊના તાલુકાના છ ગામ એવા છે કે જેમાં અમુક લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ પણ લીધો નથી. કર્મીઓ ઘરે પહોંચે છે છતાં તેમની સાથે અસભ્ય વર્તન થઈ રહ્યું હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

આમ આરોગ્ય વિભાગ સોટકા કામગીરીનો ટાર્ગેટ પુરો કરી શક્યું નથી. તો બીજી તરફ અનેક લોકો એવા છે કે જેમણે પ્રથમ ડોઝ લીધા બાદ બીજા ડોઝની તારીખ વીતી ગઈ છે. છતાં બીજો ડોઝ અપાયો નથી. અને મેસેજ સંપૂર્ણ વેકસીનેશનનો આવી ગયો છે. જેથી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યાં છે.

ક્યાં ક્યાં ગામનાં લોકો વેક્સિનેશન માટે તૈયાર નથી
ઊના તાલુકાના નવાબંદર, મેણ, ગુંદાણા, સૈયદ રાજપરા, કાળાપાણ, ગાંગડા જેવા ગામોમાં અમુક વ્યક્તિઓ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લેવા પણ તૈયાર નથી. અને ઘરે જતાં કર્મચારીને અપમાનીત કરી કાઢી મુક્તા હોય જેના કારણે આરોગ્ય વિભાગ પણ મુશ્કેલીમાં મુકાયું છે.

અન્ય સમાચારો પણ છે...