તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Shravan Vad BJ Placed A Replica Of Ram Darbar In The Joy Of Laying The Foundation Stone Of Ram Temple In Ayodhya, The Decoration Of Yajnadarshan To Somnath Mahadev

સોમનાથ:શ્રાવણ વદ બીજે સોમનાથ મહાદેવને યજ્ઞદર્શનનો શણાગાર, અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસની ખુશીમાં રામદરબારની પ્રતિકૃતિ મૂકી

સોમનાથએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અયોધ્યામાં શ્રી રામ મંદિર શિલાન્યાસની ઉજવણીમાં રામ-સીતા સહિત હનુમાનજીની પ્રતિકૃતિ મૂકી હતી - Divya Bhaskar
અયોધ્યામાં શ્રી રામ મંદિર શિલાન્યાસની ઉજવણીમાં રામ-સીતા સહિત હનુમાનજીની પ્રતિકૃતિ મૂકી હતી

આજે શ્રાવણ માસના સોળમા દિવસે એટલે કે શ્રાવણ વદ બીજના દિવસે દેવાધિદેવ મહાદેવના સ્વરૂપ મનાતા એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને યજ્ઞદર્શનનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ આજે અયોધ્યામાં શ્રી રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો તેને લઇને રામદરબારની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી હતી. ભગવાનના આ રૂપને જોઇને ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા હતા. મહાદેવની સાયં આરતીમાં હજારો ભક્તોએ ઓનલાઇન ભાગ લીધો હતો.

શ્રાવણ વદ એકમના દિવસનો શણગાર
શ્રાવણ વદ એકમના દિવસનો શણગાર

શ્રાવણ વદ એકમે ચંદ્રદર્શનનો શણગાર કર્યો હતો
આજે શ્રાવણ માસના પંદરમા દિવસે દેવાધિદેવ મહાદેવના સ્વરૂપ મનાતા એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને ચંદ્રદર્શનનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ ચંદ્ર દેવની પ્રતિકૃતિ પણ ગર્ભગૃહમાં મૂકવામાં આવી હતી. ભગવાનના આ રૂપને જોઇને ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા હતા. મહાદેવની સાયં આરતીમાં હજારો ભક્તોએ ઓનલાઇન ભાગ લીધો હતો.

રક્ષાબંધનના દિવસનો શણગાર
રક્ષાબંધનના દિવસનો શણગાર

પૂનમે સૂર્યદર્શનનો શણગાર કર્યો હતો
શ્રાવણ માસના બીજા સોમવાર અને રક્ષાબંધનના પર્વે દેવાધિદેવ મહાદેવના સ્વરૂપ મનાતા એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને સૂર્યદર્શનનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનના આ રૂપને જોઇને ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા હતા. મહાદેવની સાયં આરતીમાં હજારો ભક્તોએ ઓનલાઇન ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...