રજૂઆત:સૌરાષ્ટ્રમાં માછીમારીની સિઝન સતત 2 વર્ષ થી નિષ્ફળ, સૌરાષ્ટ્રના સાગરકાંઠાના ધારાસભ્યો અને સાંસદોને રજૂઆત કરવામાં આવી

વેરાવળએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગિર-સોમનાથ જિલ્લાનું વેરાવળ બંદરોમાં પણ અગ્રેસર છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી માછીમારોની હાલત કફોડી બની છે. જેને લઇને સૌરાષ્ટ્ર, દીવ, દમણના માછીમારોની એક ચિંતન બેઠકનું આયોજન કરાયું હતું. અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ ધારાસભ્યો, સાંસદોને માછીમારીના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરાઇ હતી. વેરાવળ તેમજ આસપાસના બંદરના માછીમારોને ગતવર્ષે વાવાઝોડા અને આ વર્ષે કોરોનાને કારણે સીઝન ફેલ જવાથી ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. લોકડાઉન દરમિયાન ખલાસીઓના રહેવા, જમવા, મેડિકલથી લઈને તેમને વતન પહોંચાડવા સુધીનો ખર્ચ બોટ માલિકોએ ભોગવ્યો હતો. ત્યારબાદ આ વર્ષે સીઝનમાં ફરી બોટ મોકલવાની અને એક્સપોર્ટની શરૂઆત કરતાં બજારમાં ભાવ ગત વર્ષની સરખામણીમાં 50 ટકા થઇ ગયા છે.

તો નિકાસ પણ નહિવત છે. આથી માછીમારોને ડીઝલથી લઈને વિવિધ ખર્ચાઓ ઉઠાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેને ધ્યાનમાં રાખીને એકસાઈઝ ડ્યુટી, વેટ મુક્ત ડીઝલ, ઓબીએમ એન્જિન ખરીદી પરની બાકી નિકળતી સબસિડી તેમજ કેરોસીન ઉપર મળતી સબસિડીમાં વધારો, કિસાન ક્રેડિટ કાર્ડ જેવા પ્રશ્નોના નિવારણ માટે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા,જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, જામનગરના પૂનમબેન માડમ, અમરેલીના સાંસદ નારણભાઇ કાછડિયા, સોમનાથના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા સહિતનાની મુલાકાત કરી આ પ્રશ્નોના નિવારણ માટે ખારવા સંયુક્ત માછીમાર બોટ એસોસિયેશન, દીવ - દમણ જિલ્લા માછીમાર બોટ એસોસિયેશન, વેરાવળ સમસ્ત ખારવા સમાજ, માછીમાર સેલ, પોરબંદર, માંગરોળ, જાફરાબાદ, ભીડિયા કોળી સમાજ તેમજ ભીડિયા ખારવા બોટ એસોસિયેશન સહિતનાએ રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...