તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હી આંદોલન અંગે ગુજરાતના ખેડૂતોનો અભિપ્રાય:સૌરાષ્ટ્રના ખેડૂતોનું દિલ્હીના આંદોલનને સમર્થન, ખેડાના ખેડૂતો આ આંદોલનને સમર્થન કરતા નથી

વેરાવળ, નડિયાદ, જસદણ4 મહિનો પહેલા
દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે - Divya Bhaskar
દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે
 • કાયદો લાગૂ પડી જાય તો સાત-બારના દાખલામાં પોતાના નામ સિવાય કોઇ નિયંત્રણ રહેતું નથીઃ સૌરાષ્ટ્રના ખેડૂત
 • MSPથી તો તમે તમારી પ્રોડક્ટ ગમે ત્યાં વેચી શકો છો, ખેડૂતોને લાભ થતો હોય છે, આંદોલનથી નહીં: નડિયાદના ખેડૂત

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને લઇને દિલ્હીમાં પંજાબ અને હરિયાણા સહિતના ખેડૂતો દ્વારા છેલ્લા 10 દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે અને આગામી 10 તારીખના રોજ ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનને લઇને ગુજરાતના કેટલાક ખેડૂતો સાથે દિવ્યભાસ્કરની ટીમે વાત કરી હતી. જેમાં ગુજરાતના ખેડૂતોમાં આંદોલનને લઇને બે ભાગ જોવા મળ્યા છે. એક તરફ સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ જિલ્લાના અને રાજકોટના જસદણના ખેડૂતો આ આંદોલનને સમર્થન આપી રહ્યાં છે. તો બીજી તરફ મધ્ય ગુજરાતમાં નડિયાદ જિલ્લાના ખેડૂતો આ આંદોલનને સમર્થન ન કરતા હોવાનું તેમણે જણાવ્યું છે.

દિલ્હીના આંદોલનને સમર્થન, સરકાર MSPને કાયદો બનાવે
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઉંબા ગામના રહેવાસી ખેડૂત હિરેન બામરોટિયાએ જણાવ્યું છેકે, કૃષિ બિલ અમે વાંચ્યુ છે અને જોયુ છે. અમે દિલ્હીમાં પંજાબ અને હરિયાણા સહિતના ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, તેને અમારું સમર્થન અને અમે તેને ટેકો કરીએ છીએ. આ કાયદાથી ખેડૂતને મોટાપાયે નુકસાન જવાની ભીતિ છે. આજે ખેડૂતને કોઇ નુકસાન નથી જવાનું પણ આવનારા સમયમાં બેથી ત્રણ વર્ષમાં ખેડૂતોને નુકસાન જવાનું છે. જો આ કાયદો સમગ્ર દેશમાં લાગૂ પડી જાય તો ખેડૂત પાસે સાત-બારના દાખલામાં પોતાના નામ સિવાય ખેતી આધારિત અથવા ખેતી ઉપર કોઇ નિયંત્રણ રહેતુ નથી. સંપૂર્ણપણે આ ખેડૂત પર અને ખેતીની સ્વતંત્રતા પર તરાપ છે એવું અમે ખેડૂતવર્ગ માનીએ છીએ. અમારી માગણી છેકે સરકાર આ ત્રણેય કાયદાને પાછા ખેંચે. આ બિલનો અભ્યાસ કર્યા પછી ક્યાંય એવું લાગતું નથી કે ખેડૂતની આવક બમણી થશે. તેથી ત્રણેય બિલ પાછા ખેંચી અને MSPને સરકાર કાયદો બનાવે અને MSPનો જે ભાવ બહાર પડે તે પ્રમાણે જ ખરીદી થવી જોઇએ.

ગીર સોમનાથના ખેડૂત હિરેન બામરોટિયા અને દેવેન્દ્ર કુંફાણિયા
ગીર સોમનાથના ખેડૂત હિરેન બામરોટિયા અને દેવેન્દ્ર કુંફાણિયા

આ ત્રણ કાયદા પાછા ખેંચી તેમાં સુધારો કરે
સુત્રાપાડા તાલુકાના અમરાપુર ગામના રહેવાસી દેવેન્દ્ર કુંફાણિયાએ જણાવ્યું છેકે, દિલ્હી ખાતે પંજાબ અને હરિયાણાના ખેડૂતો જે આંદોલન કરે છે તેને અમારું સંપૂર્ણ સમર્થન છે. સરકાર જે આ ત્રણ બિલની વાત કરે છે. તેમાં ખેડૂતોની આવક બમણી કરવાના બદલે ખેડૂતો પાયમાલ થાય તેવી વાત છે. ખેડૂતોને સક્ષમ બનાવવાના બદલે ઉદ્યોગપતિઓ અને મોટી કંપનીઓને સમર્થન આપતી હોય તેવું જાણવા મળ્યું છે. એક ખેડૂત તરીકે માણી માગણી છેકે, સરકાર આ ત્રણેય કાયદા પાછા ખેંચે અને તેમાં સુધારો કરી ખેડૂત હિત માટે કાયદા બનાવવામાં આવે.

જસદણના ખેડૂત નિલેશભાઈ હિરપરા અને વિનુભાઈ ધડુક
જસદણના ખેડૂત નિલેશભાઈ હિરપરા અને વિનુભાઈ ધડુક

આ બિલથી નાના ખેડૂતો પીસાય જશે
રાજકોટ જિલ્લાના જસદણના ખેડૂત નિલેશ હિરપરાએ જણાવ્યું છેકે, હાલ સરકાર દ્વારા કૃષિ બિલ લાવવામાં આવ્યું છે તેને લઈને પંજાબ અને હરિયાણાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. તે બરાબર જ છે. આ બિલ પાસ થતા ખેડૂતો આંદોલન કરે છે. આ બિલથી નાના ખેડૂતો પિસાય જશે. સરકારે કૃષિ બિલ પાસ કર્યો છે તેનો અમલ થવો જોઈએ નહીં. જો અમલ થશે તો નાના ખેડૂતોને નુકસાન જશે. નવા કાયદાના અમલથી ખેડૂતને કોઈ જ ફાયદો થવાનો નથી. અમે ખેડૂત આંદોલન સાથે જ છીએ અને તેને ટેકો જાહેર કર્યો છે.

નવા કાયદાથી ખેડૂતોને કોઈ ફાયદો થશે નહીં
રાજકોટ જિલ્લાના જસદણના સાથણલી ગામના ખેડૂત વિનુભાઈ ધડુકે જણાવ્યું હતું કે, ખેડૂતનું આંદોલન છે તેમાં ખેડૂતોની વેદનાને રાજ્ય અને કેન્દ્ર સરકારે ભેગા મળીને સુધારો કરવો જોઈએ તેના બદલે કૃષિ બિલ પાસ કરી ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. ખેતી અંગે ત્રણ કાયદા લાવવામાં આવ્યા છે. આ કાયદા રાજ્ય સરકારની મંજૂરી વગર પસાર કરી દેવામાં આવ્યો હોવાથી ખેડૂતોને પાયમાલ કરવાની વાત છે. ઉદ્યોગપતિને લાભાલાભ થાય તેવો આ કાયદો છે. સરકારે કાયદો બનાવ્યો છે તેનો અમલ ન થવા માટે સમગ્ર ભારત દેશના ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. નવા કાયદાની અમલવારીથી ખેડૂતોને કોઈ પણ પ્રકારનો ફાયદો થશે નહીં. ઉદ્યોગપતિઓ સસ્તા ભાવે માલ ખરીદી મોંઘા ભાવે વહેચશે એટલે ખેડૂતો અને વેપારીઓને નુકસાન જાય છે તેમ છે. ખેડૂત આંદોલનમાં જોડાવા કરતાય ખેડૂત આંદોલનને અમે ટેકો આપ્યો છે.

ખેડા જિલ્લાના ખેડૂત ભાવેશ પટેલ અને ભરત પટેલ
ખેડા જિલ્લાના ખેડૂત ભાવેશ પટેલ અને ભરત પટેલ

ગુજરાતના શિક્ષિત ખેડૂત આ આંદોલનને સમર્થન કરતા નથી
ખેડા જિલ્લાના ભરત પટેલે જણાવ્યું છેકે, સરકારે જે નવો કાયદો બનાવ્યો છે. તેનાથી ખેડૂતોને લાભ જ છે નુકસાની નથી. પહેલા આ કાયદો ન હતો ત્યારે એક મર્યાદામાં હતા કે, તમે તમારો પાક એ મર્યાદામાં અને એ વિસ્તારમાં જ વેચવો પડે. હવે તમને બજાર ઓપન કરી આપ્યું છે. આ કાયદો સારામા સારો છે. વાત દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનની તો આ આંદોલન સંપૂર્ણપણે રાજકીય પ્રેરિત છે. ખરેખર MSP શું છે તેમની તેમને ખબર જ નથી અને જ્ઞાન જ નથી તેમ કહીએ તો પણ ચાલે. કારણ કે MSPથી તો તમે તમારી પ્રોડક્ટ ગમે ત્યાં વેચી શકો છો. ઓનલાઇન પણ વેચી શકો છો. તેનાથી ખેડૂતોને લાભ થતો હોય છે અને આંદોલન કરવાથી ખેડૂતોને લાભ થતો નથી. ગુજરાતના જે ખૂડેતો શિક્ષિત છે તે આ આંદોલનને સમર્થન કરતા નથી. હું પોતે ગ્રેજ્યુએટ છું અને આ આંદોલનને સમર્થન કરતો નથી. મારી ખેડૂતોને અપીલ છેકે તેનાથી દૂર રહેવું અને પોતાના વ્યવસાયમાં રચ્યા પચ્યા રહેવું.

સરકારે MSPનું બહુ સારું કર્યું છે. MSPના ભાવ ઉંચા છે
ખેડા જિલ્લાના ભાવેશ પટેલે જણાવ્યું છેકે, સરકારે કાયદો બનાવતા પહેલા MSP નક્કી કર્યું. જેમાં ખેડૂતના દરેક પાકનું MSP નક્કી કર્યું છે. જેમાં 30 ટકાનો વધારો કર્યો છે. આ વર્ષે 2019-20માં ડાંગર કે જે વેપારી 280ના ભાવે ખરીદતા હતા તેને સરકારે 374ના ભાવની નક્કી કરી. એટલે સરકારે MSPનું બહુ સારું કર્યું છે. MSPના ભાવ ઉંચા છે અને તેનાથી ખેડૂતની આવક બમણી થવાની છે. આ MSPના અનુસંધાનમાં દિલ્હીમાં જે આંદોલન ચાલી રહ્યું છે. તેમાં અમે ગુજરાતના શિક્ષિત ખેડૂતો નહિવંત ભાગ લેવાના છીએ અને આ આંદોલનને અમે સમર્થન કરતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો