વેરાવળ:શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવને પુષ્પો અને બિલિપત્રનો અલૌકિક શૃંગાર, મંદિરમાં ભાવિકોની પાંખી હાજરી

વેરાવળએક વર્ષ પહેલા
મહાદેવને પુષ્પો અને બિલિપત્રનો શણગાર
  • પાસ વગર શિવ ભક્તોને મંદિરમાં પ્રવેશ મળશે નહીં

આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે. બમ બમ ભોલેના નાદથી સૌરાષ્ટ્રભરના શિવાલયો ગુંજી ઉઠ્યાં છે. ત્યારે આજે સોમનાથ મહાદેવને પુષ્પો અને બિલિપત્રનો અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો છે. કોરોનાની મહામારીના કારણે આજે સોમનાથ મંદિરમાં ભાવિકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. મહત્વનું છે કે શ્રાવણ માસના દર સોમવારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા આવતા હોય છે, પણ કોરોનાને લઈને આ વર્ષે ભાવિકોની સંખ્યામાં ઘટાડો થયો છે.

સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તોએ દર્શન કર્યા
સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તોએ દર્શન કર્યા

આરતી સમયે લોકોને મંદિરમાં પ્રવેશ નહીં
શ્રાવણ મહિનામાં પ્રથમ જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ મહત્વ છે. શ્રાવણ મહિનાના દરેક સોમવારે હજારો ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરે છે. ત્યારે આ વખતે કોરોનાના કારણે શ્રાવણ મહિનામાં પણ ભક્તો આવી નથી રહ્યાં. કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ પાસ વગર કોઈ પણ શિવ ભક્તોને પ્રવેશ મળશે નહીં. જેથી ઓનલાઈન અને ઓફલાઈન પાસ સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે. જો કે આજે પણ સોમનાથ મહાદેવનાં મંદિરમાં આરતી સમયે લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

ભક્તોની સંખ્યામાં ઘટાડો
ભક્તોની સંખ્યામાં ઘટાડો

(જયેશ ગોંધીયા-ઉના, રાજેશ ભજગોત્તર-વેરાવળ)

અન્ય સમાચારો પણ છે...