તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:સોમનાથની સંસ્કૃત પાઠશાળા સરકાર માન્ય

વેરાવળ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહાદેવ મંદિરમાં 70 વર્ષથી કાર્યરત પાઠશાળામાં હાઇસ્કૂલ શરૂ કરવામાં આવશે. - Divya Bhaskar
મહાદેવ મંદિરમાં 70 વર્ષથી કાર્યરત પાઠશાળામાં હાઇસ્કૂલ શરૂ કરવામાં આવશે.
  • મંદિરની પાઠશાળામાં સંસ્કૃત માધ્યમમાં ધોરણ 9 અને ધો.10ના વર્ગો શરૂ કરવામાં આવશે
  • વૈદિક ગણિત, યોગ સ્વાસ્થ્ય, કમ્પ્યુટર, સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, પૌરોહિત્યમના વિષયો ભણાવાશે

સોમનાથ મહાદેવ મંદિરમાં 70 વર્ષથી સંસ્કૃત પાઠશાળા કાર્યરત છે. આ પાઠશાળાને રાજ્ય સરકારે માન્યતા આપી છે. પરિણામે હવે અહીં જુલાઇ માસના અંત સુધીમાં નવા રૂપ રંગ સાથે સંસ્કૃત માધ્યમમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઇસ્કુલ શરૂ કરવામાં આવશે.

આ અંગે સોમનાથના ટ્રસ્ટી જે. ડી. પરમારે જણાવ્યું હતું કે, આ પાઠશાળામાં હવે સંસ્કૃત માધ્યમમાં ધો. 9 અને 10 શરૂ કરાશે. જેમાં વૈદિક ગણિત, અંગ્રેજી, યોગ સ્વાસ્થ્ય, શારિરીક શિક્ષણ, કોમ્પ્યુટર, સામાજીક વિજ્ઞાન, સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, પૌરોહિત્યમના વિષયો ભણાવાશે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સંસ્કૃત વિભાગના ચિંતન ત્રિવેદી અને મિલન પંડ્યા આ અંગેની તડામાર તૈયારી કરી રહ્યા છે. આ પાઠશાળામાં પ્રવેશ મેળવનારને અભ્યાસક્રમના પુસ્તકો, યુનિફોર્મ, રહેણાંક, ભોજન, સહિતની સુવિધા વિનામૂલ્યે મળશે. પાઠશાળાના ભવનમાં પ્રાર્થના ખંડ, 5 હજારથી વધુ પુસ્તકો ધરાવતી લાયબ્રેરી, કોમ્પ્યુટર લેબ, આર. ઓ. પ્લાન્ટ, રમતગમત માટે મેદાન, સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહશે.

અન્ય સમાચારો પણ છે...