તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Sanskrit School Of Somnath Mahadev Temple Has Now Become Government Recognized, Classes Of Standard 9 And 10 In Sanskrit Medium Will Start

શિક્ષણ:સોમનાથ મહાદેવ મંદિરની સંસ્કૃત પાઠશાળા હવે બની સરકાર માન્ય, સંસ્કૃત માધ્યમમાં ધોરણ 9 અને 10 ના વર્ગો શરૂ થશે

વેરાવળ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૈદિક ગણિત, યોગ સ્વાસ્થ્ય, કોમ્પ્યુટર, સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, પૌરોહિત્યમના વિષયો ભણાવાશે

સોમનાથ મહાદેવ મંદિરમાં 70 વર્ષથી સંસ્કૃત પાઠશાળા કાર્યરત છે. આ પાઠશાળાને રાજ્ય સરકારે માન્યતા આપી છે. પરિણામે હવે અહીં જુલાઇ માસના અંત સુધીમાં નવા રૂપ રંગ સાથે સંસ્કૃત માધ્યમમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઇસ્કુલ શરૂ કરવામાં આવશે.

આ અંગે સોમનાથના ટ્રસ્ટી જે. ડી. પરમારે જણાવ્યું હતું કે, આ પાઠશાળામાં હવે સંસ્કૃત માધ્યમમાં ધો. 9 અને 10 શરૂ કરાશે. જેમાં વૈદિક ગણિત, અંગ્રેજી, યોગ સ્વાસ્થ્ય, શારિરીક શિક્ષણ, કોમ્પ્યુટર, સામાજીક વિજ્ઞાન, સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, પૌરોહિત્યમના વિષયો ભણાવાશે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સંસ્કૃત વિભાગના ચિંતન ત્રિવેદી અને મિલન પંડ્યા આ અંગેની તડામાર તૈયારી કરી રહ્યા છે. આ પાઠશાળામાં પ્રવેશ મેળવનારને અભ્યાસક્રમના પુસ્તકો, યુનિફોર્મ, રહેણાંક, ભોજન, સહિતની સુવિધા વિનામૂલ્યે મળશે. પાઠશાળાના ભવનમાં પ્રાર્થના ખંડ, 5 હજારથી વધુ પુસ્તકો ધરાવતી લાયબ્રેરી, કોમ્પ્યુટર લેબ, આર. ઓ. પ્લાન્ટ, રમતગમત માટે મેદાન, સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે.

અન્ય સમાચારો પણ છે...