ભાષા પ્રત્યેનો પ્રેમ:સંસ્કૃત પ્રેમ ઇરાનના ખેરવાનાશાથી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખેંચી લાવ્યો

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇરાનના ફારસદ સાલેઝહી. - Divya Bhaskar
ઇરાનના ફારસદ સાલેઝહી.
  • ઇરાનનો ફારસદ સાલેઝહી સોમનાથ સંસ્કૃત યુનિ.માં ભણી સાહિત્યકાર બનાવ માંગે છે

વેરાવળની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં બીએ (સંસ્કૃત) માં ભણતા ઇરાનના ફારસદ સાલેઝહીને સંસ્કૃત ભાષા પ્રત્યેનો પ્રેમ છેક ઇરાનના ખેરવાનાશા શહેરથી સોમનાથ સુધી ખેંચી લાવ્યો છે. તે કહે છે, હું કોઇ રોજગાર માટે નહીં, પણ સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કરી તેઓ ફારસીમાં અનુવાદ કરવા માંગું છું. ફારસદને મહાભારત અને રામાયણમાં દેવનાગરી ભાષામાં વાંચતા શીખવામાં સૌથી વધુ રસ છે. તે કહે છે, સંસ્કૃત જૂની ભાષાઓ પૈકીની એક છે. ભારત અને ઇરાનનો રૂટ એક જ છે. જો ઋગ્વેદ સારી રીતે જાણતા હો તો અવેસ્તા પણ સારી રીતે સમજી શકો એમ તે કહે છે.

ભારતીય સંસ્કૃતિ અને સમાજ તેના રસના વિષયો છે. ભારતીય ફિલ્મો અને ગીતો પણ તેને ગમે છે. રામાયણ મહાભારતનો ફારસી ભાષામાં થયેલો અનુવાદ તેણે વાંચ્યો છે. પણ એ અનુવાદ તેને પસંદ પડ્યો નથી. મહાભારત અને રામાયણના પત્રો તેને ખુબ ગમે છે. જો હું સંસ્કૃત સારી રીતે શીખી જઇશ તો કેટલાક ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરવો છે એમ પણ તે કહેતાં તે વધુમાં ઉમેરે છે, હું કોઇ કમાણી માટે સંસ્કૃત શીખવા નથી આવ્યો. હાલ તે વેરાવળના મુસાફર ખાનામાં રહે છે.

અલગ ક્લાસની વ્યવસ્થા: કુલપતિ
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ લલિતભાઇ પટેલે જણાવ્યું હતું કે, તે ક્લાસમાં ધ્યાન દઇને સંસ્કૃત ભણે છે. તેને સંપૂર્ણ રીતે સંસ્કૃત ભાષા શિખવવા અલગ ક્લાસની પણ વ્યવસ્થા ઉભી કરી છે.

અન્ય સમાચારો પણ છે...