તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સંસ્કૃત ભારતી દ્વારા સૌરાષ્ટ્રની બહેનો માટે સંસ્કૃત સંભાષણના નિઃશુલ્ક ઓનલાઈન વર્ગોનું આયોજન

વેરાવળ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • ઓનલાઈન વર્ગોનું આયોજન કરવામા આવશે
 • 1 એપ્રિલથી ઓનલાઈન વર્ગોનો પ્રારંભ

સૌરાષ્ટ્રભરની તમામ બહેનો માટે સંસ્કૃત ભારતી દ્વારા નિઃશુલ્ક ઓનલાઇન સંસ્કૄત સંભાષણ વર્ગોનું આયોજન આગામી તા.1-4-2021 થી તા.10-4-2021 સુધી કરવામાં આવેલ છે.

વેદો, રામાયણ, મહાભારત અને ભગવદ્ગીતાની ભાષા સંસ્કૃતને સરળતાથી શીખવા અને સંસ્કૃતમાં વ્યવહાર કરવા ઇચ્છતા સૌરાષ્ટ્રના બહેનો માટે સંસ્કૃત ભારતી નિઃશુલ્ક ઓનલાઇન સંસ્કૃત સંભાષણ વર્ગોનો આયોજન કરવામાં આવેલ છે.

આ વર્ગોમાં સૌરાષ્ટ્ર માં રહેતા ફક્ત બહેનો ભાગ લઇ શકશે તેમજ ઘરે બેઠા સંસ્કૃત શીખી શકાય તેમ છે.આ વર્ગો ગૂગલ મીટ દ્વારા ઓનલાઇન થશે અને તા.1-4-2021 થી તા.10-4-2021સુધી રાખેલ છે જેમાં સવાર થી રાત સુધી અલગ-અલગ સમય પર એક-એક કલાકના વર્ગો ચાલશે જે બહેનો પોતાના અનુકૂળ સમયની પસંદગી કરી શકે છે.

આ વર્ગોમાં સંસ્કૃત ભારતીના અનુભવી કાર્યકર્તા બહેનો ભણાવશે અને આ વર્ગમાં ગૂગલ ફોર્મની લિંક (https://bit.ly/3boAxvZ) ઉપર નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરી વર્ગમાં જોડાઇ શકનાર હોવાનું પ્રચાર સંસ્કૄત ભારતી, સૌરાષ્ટ્રના પ્રમુખ ડૉ.કિશોર શેલડિયા (૯૪૨૯૦ ૪૩૬૨૭) એક યાદીમાં જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો