સેવાકાર્ય:વેરાવળ ખાતે અબોલા જીવો માટે રોટલા બેન્કનો આરંભ કરાયો

વેરાવળ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા બેંકની સ્થાપના કરવામાં આવી

પરોપકાર અને અબોલ જીવોની સેવાનાં શુભઉદેશ્યથી હિન્દુ યુવા સંગઠન ભારતનાં સંસ્થાપક રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસીંહજી જાડેજા (કચ્છ)નાં માર્ગદર્શન હેઠળ વેરાવળમાં રોટલા બેંકનો આરંભ કરવામાં આવ્યો છે. આ રોટલા બેંક અંતર્ગત વેરાવળનાં સેવાભાવી યુવાનો દ્વારા મોટી સંખ્યામાં રોટલા બનાવડાવી અને ગાય માતા ઉપરાંત રખડતાં શ્વાનો માટે શેરીએ શેરીએ જઈને ખવડાવાનો યજ્ઞ શરૂ કર્યો છે.

આજનાં સમયમાં માણસને માણસ માટે પણ માનવતાં ઘટતી જાય છે. ત્યારે અબોલ જીવો વીશે કોણ વીચારશે એવી ભાવનાથી પ્રેરીત થઇ આવા મૂક જીવોની ભૂખ શાંત કરવા માટે વેરાવળનાં સેવાભાવી નવયુવાનોનાં રોટલાબેંકનાં આ કાર્યને પ્રબુદ્ધ નાગરીકો અને સંસ્થાઓ દ્વારા બહોળો પ્રતીસાદ અને આવકાર મળી રહ્યો છે. ​​​​​​

અન્ય સમાચારો પણ છે...