નિર્ણય:ગીર સોમનાથ જિલ્લાના 393 ગામોમાં સીંગલ યુઝ પ્લાસ્ટીક બંધ કરવા ઠરાવ

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ વિકાસ એજન્સીએ ગાંધી જયંતિએ યોજેલી ગ્રામસભાઓમાં લેવાયો નિર્ણય

ગીર સોમનાથ જિલ્લાના 393 ગામોમાં સીંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ બંધ કરવાનો ઠરાવ કરાયો છે. ગત 2 ઓક્ટોબરના રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે જિલ્લાભરમાં ગ્રામસભાઓ યોજાઇ હતી. જેમાં 332 ગ્રામ પંચાયતોએ આ નિર્ણય લીધો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ)ના બીજા તબક્કામાં જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો યોજાનાર છે. જેમાં ગ્રામ્યકક્ષાએ સ્વચ્છતા ઝુંબેશ, ગ્રામસભા, સ્વચ્છતા શપથ સહિતની પ્રવૃતિઓ કરાઇ રહી છે.

આ અભિયાન હેઠળ ગીર સોમનાથ જિલ્લાની તમામ ગ્રામ પંચાયાતોમાં 2 ઓક્ટોબરે ખાસ ગ્રામસભાનું આયોજન કરાયું હતું. જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને બંધ કરવા માટેના ઠરાવો પણ કરાયા હતા. ઉપરાંત ગામની સ્વચ્છતા માટે ખાસ અનુરોધ કરી તેના લાભ વિશે માહિતી અપાઇ હતી.

આ માટે ગામડામાં સામુહિક સ્થળોની સફાઈ, પ્રવાહી-ઘન કચરાની વ્યવસ્થા અને પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવા વિશે જાણકારી અપાઇ હતી. આ કેમ્પેઈનમાં ખાસ કરીને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પ્લાસ્ટિક કચરાનું એકત્રીકરણ, સેગ્રીગેશન, ટ્રાન્સપોર્ટેશન, ડિસ્પોઝલ તેમજ પ્લાસ્ટિક સ્ટોરેજ બનાવવાની કામગીરી કરાઇ રહી છે. એમ જિલ્લા વિકાસ એજન્સીના નિયામક એસ. જે. ખાચરે જણાવ્યું હતું.

ગામડામાં ડોર ટુ ડોર કચર એકઠો કરવા અભિયાન
ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતાલક્ષી માળખાકીય સુવિધા માટે 100 દિવસીય કેમ્પેઈન ચાલી રહ્યું છે. જેમાં તમામ ગામોમાં શોષખાડા બનાવવા, શૌચાલયોનું સમારકામ, સીંગલ શોષખાડાને ડબલ બનાવવા, સામુહિક શૌચાલય બનાવવા, 5 હજારથી વધુ વસ્તીવાળા ગામોમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની કામગીરી, કમ્પોસ્ટ ખાડા બનાવવા, પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટે ગટરની વ્યવસ્થા સહિતના કામ કરાશે.

અન્ય સમાચારો પણ છે...