ચેકડેમ જર્જરિત:નદી પરના તૂટી ગયેલા ચેકડેમ ચોમાસા પહેલાં રીપેર કરો

માણેકવાડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘણા સમયથી જર્જરિત હોય પાણી વહી જાય છે

ચોમાસા દરમિયાન નદીઓ વહેતી હોય છે. જેમાં પાણીનો સંગ્રહ થાય અને તળ ઉંચા આવે તેવા ઉમદા હેતુથી અનેક જગ્યાએ નદીઓ પર ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જો કે સમય જતાં અનેક જગ્યાએ આ ચેકડેમ જર્જરિત બની ગયા છે.

જેથી પાણી વહી જાય છે જેથી લોકો ચિંતિત બન્યા છે કારણ કે જો આ નદીમાં ચેકડેમ મારફત જે પાણીનો સંગ્રહ થયો હોય એ જ વહી જાય તો પાણીના તળ પણ ઊંડા જઈ શકે છે. જેથી અમુક વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની અછત ઉભી થઇ શકે છે. જેથી જવાબદાર તંત્ર દ્રારા આગામી ચોમાસાની સિઝન પહેલા સર્વે કરી આ ચેકડેમનું સમારકામ તેમજ નવીનીકરણ કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...