તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વેરાવળ શહેરમાં બે સ્થળે દરોડા, પોલીસે 36 હજારનો દારૂ ઝડપ્યો, ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા

વેરાવળ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વેરાવળમાં ગાંઘીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમના પીએસઆઈ આર.જી.મહેતા, સંગ્રામસિંહ ગોહિલ, રાણાભાઇ કુસંગિયા, મોહનભાઇ, વિપુલ મોરી સહિતના સ્ટાફે સ્થાનિક પોલીસ અને એલસીબીને અંધારામાં રાખી વેરાવળના કુખ્યાત ખારવાવાડ વિસ્તારમાં બે સ્થળોએ દરોડા પાડી 330 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. દરોડા દરમ્યાન બે મહિલા બુટલેગર નાસી ગયેલ હતી. જો કે, અા વિદેશી દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગર મુસ્તાક બાઠુંએ ઠાલવ્યો હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યુ છે.

આ અંગે વીજીલીન્સની ફરીયાદના અાઘારે પોલીસે ગુનો નોંઘી નાસી ગયેલ અને ઠાલવનાર બુટલેગરોને ઝડપવા તપાસ હાથ ઘરી છે. વેરાવળ ના ખારવા વાળા વિસ્તાર માં માચ્છી માકૅટ પાસે આવેલ હીરાબેન નવીન ભાઇ ખારવાના રહેણાંક મકાન માંથી 275 વિદેશી દારૃ બોટલ કિંમત અંદાજે 30.435નો જથ્થો રેડ દરમ્યાન પકડાયો હતો. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરે મહિલા બુટલેગર અને મુસ્તાક બાડું વિરુદ્ધ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનનામાં ગુનો નોંધ્યો હતો. જ્યારે બીજો દારૂનો જથ્થો વેરાવળ માચ્છી માર્કેટ પાસે આવેલ રહેણાંક મકાનમાંથી બોટલ 54 નંગ કિમત રૂ.6520 નો મુદામાલ ઝડપી પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો