તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:વેરાવળમાં જિલ્લાના ફીઝિયોથેરાપિસ્ટ દ્વારા પડતર પ્રશ્નોની રજૂઆત કરાઇ

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આખી વિદ્યાશાખાને પેરામેડીકલને બદલે મેડીકલ શ્રેણીમાં મૂકવા માંગ

ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાના જાગૃત તબીબોએ એક વોઇસ ઓફ ફીઝિયો સંગઠન બનાવ્યું છે. આ સંગઠનના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર આ સંગઠન ફીઝિયોથેરાપીસ્ટ તબીબોના પડતર પ્રશ્ન, સૈદ્ધાંતિક હક અને ફીઝિયોથેરાપી શાખા સંપૂર્ણ વિકાસ પામે એ ધ્યેયથી બનાવાયું છે.

વોઇસ ઓફ ફીઝિયો દ્વારા એક ઓનલાઇન પિટિશન જાહેર કરવામાં આવી હતી. જેમાં પહેલા 4 મુદ્દાનો વિસ્તૃત રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પિટિશનને બહોળો પ્રતિસાદ મળ્યો છે. અને આશરે 7 હજારથી પણ વધુ તબીબો અને વિદ્યાર્થીઓએ આ પિટિશનને સમર્થન આપ્યું છે.

આ બાબતે રાજ્ય સરકારમાં પણ લેખીત અરજી કરાઇ છે. ગુજરાત સ્ટેટ કાઉન્સીલ ઓફ ફીઝિયોથેરાપીસ્ટના રજીસ્ટ્રારને પણ આ અંગે લેખિત અરજી કરી નોંધ લેવા વિનંતિ કરી છે. બીજા રાજ્યો અને કેંદ્ર સરકારે જેમ ફીઝિયોથેરાપીસ્ટને ક્લાસ-2 માં સમાવ્યા છે. તેમ ગુજરાત રાજ્યમાં પણ સમાવવામાં આવે અને તેને પેરામેડીકલમાંથી ગુજરાત કાઉસ્ન્સલના બંધારણ મુજબ મેડિકલ શ્રેણીમાં મૂકવી જોઈએ. એમ સંગઠનના પ્રતિનિધિ ડો. હર્ષદ મોરાસિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...