તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:પ્રભાસપાટણ કન્યાશાળાને સ્કુલ ઓફ એક્સલન્સ એવોર્ડ એનાયત

વેરાવળ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમનાથ ભુમી પરની ક્ન્યા શાળા એટલે ભાવિ વિદ્યાર્થીની માટે સજ્જતાનું તીર્થ
  • રાજ્ય સરકારે એવોર્ડ આપી શાળાને ખાસ સુવિધાઓ પણ આપી

વિશ્વ આઇકોનિક બનેલા વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરની ભૂમિ ઉપર આવેલ પ્રભાસ-પાટણ કન્યાશાળા તેની શૈક્ષણિક સુવિધાઓ, પદ્ધતિઓને લીધે રાજ્ય સરકારે સ્કુલ ઓફ એક્સલન્સ ગુણોત્સવનો ગ્રેડ આપી સન્માનીત કરી ખાસ સુવિધાઓ આપી છે.

શાળાના આચાર્ય રમેશ પંપાણીયાએ જણાવ્યું હતું કે આ શાળામાં ભણતા વિદ્યાર્થીની બહેનોને દ્રશ્ય, શ્રાવ્ય ઉપરાંત પ્રત્યક્ષ માધ્યમથી શિક્ષણ અપાય છે. જે માટે 8 ક્લાસ ખંડમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ પ્રોજેક્ટર સ્ક્રીન, સ્પીકર અને કમ્પ્યુટર ઓપરેટીંગ સીસ્ટમ સાથે દેશના ભાવિ નાગરિકોને તેજસ્વી કારકીર્દી બને અને હાઇટેકયુગ, પ્રાચીન શિક્ષણ પ્રથાના સુભગ સમન્વયથી શિક્ષણ અપાય છે. જેમાં શૈક્ષણિક પાઠ્યપુસ્તકોને દ્રશ્ય મુવીંગ પ્રોજેક્ટરની મદદથી શિક્ષણ અપાઈ છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ ધો. 6 થી 8માં આ વર્ગો કાર્યાન્વીત છે. સ્ક્રીનનો ઉપયોગ બ્લેક બોર્ડ તરીકે પણ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...