આયોજન:પ્રભાસ પાટણમાં સામુદ્રી માતાજીનાં મંદિરે માત્ર અગિયારસે ગરબે રમાય છે

કાજલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 500 વર્ષ જુના મંદિરનો પુરાણો, પ્રભાસ ખંડમાં પણ ઉલ્લેખ

પ્રભાસ પાટણમાં આવેલા સામુદ્રી માતાજીનાં મંદિર નવરાત્રી માત્ર આશો સુદ અગિયારસનાં એક નોરતાની ઉજવણી કરવામાં આવે છે અને માત્ર એક જ દિવસ લોકો ગરબે રમે છે.પ્રભાસ પાટણમા સામુદ્રિ માતાજીનું 500 વર્ષ પૂરાણુ મંદિર આવેલું છે. આ મંદિરે માત્ર આશોસુદ અગીયારના રોજ એક નોરતામાં રમવામાં આવે છે.

આ આયોજન સામુદ્રિ માતાજી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવે છે અને આ એક દિવસના આ નોરતા બાળકો અને યુવાનો જુદા- જુદા વેશભૂષા ધારણ કરે છે.મોટીસંખ્યામાં ભાઈઓ અને બહેનો પણ જોડાય છે અને મોડી રાત સુધી ગરબા રમે છે. આ સામુદ્રિ માતાજીના મંદિરનો ઉલ્લેખ પુરાણો અને પ્રભાસ ખંડમાં પણ કરવામાં આવ્યો છે. ઉત્સવની સાથે માતાજીની ઉપાસના પણ કરવામાં આવે છે. તેમ મંદિરના પુજારી નિલેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...