તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પ્રભાસ પાટણમાં 4 વર્ષથી રસ્તા ખોદી જેમના તેમ રાખી દીધા

વેરાવળ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં લોકોને ચાલવાનું પણ મુશ્કેલ બની જાય છે

પ્રભાસ-પાટણની શાંતિનગર સોસાયટીમાં કોળી સમાજની વસ્તી આવેલી છે. આ રોડ 4 વર્ષ પહેલાં ખોદી નાખવામાં આવ્યો હતો. હજુ સુધી તે બનાવવામાં આવેલ નથી. આ રોડ ડામરનો મંજૂર થયો હતો. પરંતુ ગટરની વ્યવસ્થા ન હોવાથી પાણીનો કોઇ નિકાલ ન હોવાથી સોસાયટીના રહીશોએ ડામરની જગ્યાએ સિમેન્ટનાં રોડ બનાવવા જણાવ્યું હતું. પરંતુ તેનો અમલ કરવાને બદલે કોન્ટ્રાક્ટરોએ ખોદાયેલા રસ્તાનું કામજ અધૂરું છોડી દીધું. પ્રભાસપાટણની શાંતિનગર સોસાયટીમાં જ્યારે ચોમાસું આવે ત્યારે 4 વર્ષથી ખોદી નાંખેલા રસ્તામાં પાણી ભરાવાને કારણે વાહનો કાઢવા તેમજ લોકોને પગપળા ચાલવું પણ મુશ્કેલ બને છે.

આ વિસ્તારમાં મોટાભાગનાં લોકો મજુર વર્ગનાં હોવાથી પોતાનાં કામધંધે જવામાં ખૂબ જ હેરાન થવું પડે છે. રસ્તામાં પાણી ભરાવાને કારણે રોગચાળો પણ વધે છે. નગરપાલિકામાં વોર્ડ નં. 2 નાં લોકો ટેક્ષ પણ મોટા પ્રમાણમાં ભરે છે. છતાં સુવિધા આપવામાં આવતી નથી. આ બાબતે આ વિસ્તારનાં લોકોએ વારંવાર ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે. પણ કોઇ ધ્યાન નથી અપાયું. આથી આ રોડ તાત્કાલિક બને એ માટે પ્રભાસ-પાટણ ઘેડિયા કોળી સમાજનાં પ્રમુખ અને ગિર સોમનાથ જીલ્લા કોળી સમાજનાં પ્રમુખ કાનાભાઇ ગઢિયાએ માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...