ગ્રામપંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ:ગીર સોમનાથ જિલ્લામાં 246 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન, અત્યાર સુધી સરેરાશ 71.60 ટકા મતદાન

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના કુલ 5 લાખ 38 હજાર 685 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને વહેલી સવારથી મતદાન શરૂ થયું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 71.60 ટકા મતદાન થયું છે. જિલ્લામાં 246 ગ્રામ પંચાયતોમાં સમાન્ય ચૂંટણી ચૂંટણી યોજાઇ છે. ચૂંટણી માટે 709 જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યાં છે. જેમાના 211 સંવેદનશીલ અને 111 અતિસંવેદનશીલ મતદાન મથકો છે. આ તમામ મતદાન મથકો પર જિલ્લાના કુલ 5 લાખ 38 હજાર 685 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 2 લાખ 61 હજાર 295 પુરૂષ અને 2 લાખ 77 હજાર 389 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.

સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા

જિલ્લાની 246 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદની દાવેદારી માટે 641 ઉમેદવારો મેદાનમાં છે. ઉપરાંત આ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 4348 જેટલા ઉમેદવારોએ ગ્રામ પંચાયતના સદસ્ય બનાવા માટે ઝંપલાવ્યું છે.

ચૂંટણી ફરજ પર 196 અધિકારી
જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી સુપેરે યોજવા માટે 98 ચૂંટણી અધિકારી અને 98 મદદનીશ ચૂંટણી અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે. ઉપરાંત 4179 જેટલા પોલિંગ સ્ટાફની પણ નિમણૂંક કરવમાં આવી છે.

36 ગ્રામ પંચાયતો સમરસ
જિલ્લામાં 36 જેટલી ગ્રામ પંચાયત સમરસ બની છે. આ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ નથી. આ 36 જેટલી ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોને ગ્રામજનો સર્વસહમતિથી ચૂંટ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ગ્રામ પંચાયતોને રાજ્ય સરકારની યોજના મુજબ વસ્તી પ્રમાણે પ્રજાલક્ષી કાર્યો કરવા માટે પ્રોત્સાહક રકમ પણ મળતી હોય છે.

પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યાં
જિલ્લામાં 288 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 709 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જે તમામ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પુરતુ પોલીસબળ ગોઠવવામાં આવ્યું છે. આ માટે 1 એસ.પી., 4 ડીવાય.એસ.પી. અને 12 પી.આઈ. દેખરેખ હેઠળ 1660 જેટલા પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે.

જિલ્લામાં સંવેદનશીલ- અતિસંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરીને વિશેષ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાના તમામ મતદાન મથકો પર બંદોબસ્તમાં 500 લોકરક્ષક, 1,000 હોમગાર્ડસ, 60 એસ.આર.પી.ના જવાનો અને ગ્રામ રક્ષક દળના યુવાનો બંદોબસ્તમાં ગોઠવાયા છે. ઉપરાંત 100 જેટલા જવાનો મતદાનના સમગ્ર દિવસ દરમિયાન મોબાઈલ પેટ્રોલિંગ કરી રહ્યાં છે. જેમાં પી.આઈ અને પી.એસ.આઈ કક્ષાના અધિકારીઓ પણ ફરજ બજાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...