તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુદ્દામાલ:2 વાછરડાને કતલ કરવા લઈ જતાં આરોપીને ઝડપી લેતી પોલીસ, પોલીસે કુલ રૂપિયા 33,000નો મુદ્દામાલ જપ્ત કર્યો

વેરાવળ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. એચ.બી.મુસાર તથા સ્ટાફ શહેરમાં પેટ્રોલીંગ દરમ્યાન એ.એસ.આઇ. સરતાજભાઇ ઓસમાણભાઇ નાઓને મળેલ ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવતા. મળેલ બાતમી મુજબ હકીકતના આધારે આરોપીઓ હાજર મળી આવનાર વસીમ ઉર્ફે ભુરો ગુલાબશા શાહમદાર રહે. વેરાવળ વાળાને વેરાવળ સીટી પોલીસે પશુ સરંક્ષણ અધિ. 1954

કલમ મુજબ અને પ્રાણી ક્રુરતા નિવારણ 1960 કલમ મુજબના ગુન્હાના નોંધી કતલ કરવાના ઇરાદે ચોરી લીધેલ પશુજીવ વાછરડા નંગ-૨ કિં.રૂા.8000 તથા વાછરડાની હેરાફેરીમાં ઉપયોગ કરેલ ઓટો રીક્ષા રજી.નં.- જે.23.ઝેડ.1808 કી.રૂા.25,000 સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને હાજર મળી નહી આવનાર સરીફ ઉર્ફે માયા ઇકબાલભાઇ ચીનાઇ તથા અફઝલ ઉર્ફે ચીપો સતારભાઇ ગોવાલ તથા આદીલ અનવરભાઇ શેખને પકડી પાડવા પોલીસે તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...