આયોજન:વેરાવળ, ઊના, કેશોદમાં પોલીસ શહીદોને સલામી

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વેરાવળ - Divya Bhaskar
વેરાવળ
  • 21 ઓક્ટોબર 1959 માં ચીની હુમલામાં પોલીસ જવાનોની યાદમાં સલામી અપાય છે

21 ઓકટોબર 1959 ના દિવસે ચીની સૈન્યના હુમલામાં ભારતીય પોલીસ જવાનો પણ શહીદ થયા હતા. ત્યારથી તેઓની યાદમાં પોલીસ સંભારણા દિવસ મનાવવામાં આવે છે. ઊનાના ઉમેજમાં તા. 24 સપ્ટે. 2002 ના રોજ ગાંધીનગરના અક્ષરધામમાં શહીદ થેલા એસઆરપી મેન અલ્લારખાભાઈ ઉનડજામના સ્મારકની સામે પરેડ કરી સલામી અપાઇ હતી.

ઊના
ઊના

આ તકે ગામના હિન્દુ-મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગીર સોમનાથના તમામ પોલીસ સ્ટેશનોમાં સવારે 6:30 વાગ્યે પરેડ ગ્રાઉન્ડ ખાતે શ્રદ્ધાંજલી પરેડ યોજાઇ હતી. વેરાવળ ખાતે એસપી રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારીઓએ શહીદ પોલીસમેનોને સલામી આપી હતી. કેશોદમાં એલ. કે. હાઇસ્કુલ ખાતે ડીવાયએસપી ડીવીઝન કચેરીએ સલામી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...