તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વેરાવળમાં ચક્કી ચલાવતો મહમદ ગુલામ હુસેન શેખને બે વર્ષ પહેલા ભાણકીના લગ્ન પ્રસંગે પૈસાની જરૂર પડતા તેના ભાઇના જાણીતા ગોવિંદપરાના અબ્દુલ રજાક સુમરા પાસેથી રૂ.1.40 લાખ વ્યાજે લીઘા હતા. જેના બદલમાં મહમદએ તેના ઇન્ડીયન બેંકના ખાતામાં જુદી-જુદી રકમના સાત ચેકો આપી અને દર મહિને રૂા.12,500 લેખે આઠ મહિના સુઘી હપ્તા દ્વારા રૂ. 1 લાખની રકમ પરત કરી દીઘી હતી.
ત્યારબાદ હપ્તો ભરવાનું બંઘ કર્યું હતું જેથી મહમદ અને તેનો ભાઇ ગુલામ હુસેનને જલારામ નગર પાસે બોલાવી અબ્દુલ સુમરાએ બંન્નેને માર મારવા લાગતા જાફર મકરાણી વચ્ચે પડી દર મહિને રૂ.5 હજારનો હપ્તો આપવાનું નકકી કરાવી સમાઘાન કરાવ્યું હતું. જેથી 6 મહિના સુઘી હપ્તો આપી કુલ રૂ.30 હજાર જમાં કરાવ્યાં હતા. ત્યારબાદ પૈસા ન હોવાથી હપ્તો આપવાનું બંઘ કરી દેતા અબ્દુલ સુમરા ચકકીએ આવી જેમ તેમ બીભત્સ શબ્દો બોલી ઘમકીઓ આપતો હતો. જેથી વઘુ રૂ.3 હજાર રજાકના સાળાને આપ્યા હતા.
પરંતું ત્યારબાદ રજાક તેની પત્ની સાથે ચકકીએ આવી તે હજુ સુઘી રૂા.1.33 લાખ જ આપેલ હોય 20 ટકા લેખે વ્યાજ ગણી વઘુ રૂ.1.07 લાખ આપવાના બાકી છે તેમ કહી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહમદ ગુલામ હુસેન શેખે ગોવિંદપરાના અબ્દુલ રજાક સુમરા સામે પોલીસમાં ફરીયાદ નોંઘાવતા પોલીસે તપાસ હાથ ઘરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.