તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક ભાવિકનું અનોખું દાન:5 થી 11 બિલ્વપત્રવાળા બિલ્વ છોડનું વાવેતર

વેરાવળ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેને એક ભાવિકનું અનોખું દાન, તમામ છોડનું બિલ્વ વનમાં રોપણ કરાયું

પવિત્ર શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવને એક ભક્તે અનોખુ દાન કર્યું હતું. જેમાં અલભ્ય ગણાતા પંચ પલ્વ (પાંચપાન) સપ્ત પલ્વ (સાતપાન) વાળા બીલીપત્રના છોડ મહાદેવને અર્પણ કર્યા હતા. જેનું ટ્રસ્ટ દ્વારા બીલ્વવનમાં વાવેતર કરાયું હતું.

ભગવાન શિવજીને બીલીપત્ર ચડાવી પૂજા કરવી એ ઊત્તમ ગણાય છે. તેમાં પણ શ્રાવણ મહિનામાં બીલી પત્રથી પુજા કરવીએ ભાગ્યશાળી મનાય છે. દરમ્યાન ભાગ્યે જ જોવા મળતાં પાંચપાનથી વધુ બીલીપત્રો થતા 12 છોડ સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે રહેતા ભક્તે ભગવાન સોમનાથ ટ્રસ્ટને અર્પણ કર્યા છે. સામાન્ય ત્રણ પાન વાળા બીલીપત્રો જોવા મળતા હોય છે. પરંતુ ભાગ્યે જ 5, 7, 9, 11 પાનવાળા બીલીપત્ર આવતા હોય છે. અને આ પ્રકારનાં બીલીપત્ર લોકો પોતાના ઘરમાં કાચની ફ્રેમમાં મઢાવી શુકન તરીકે પુજામાં પણ રાખે છે.

આ દરેક છોડમાં 3થી વધુ પાન થશે
આ 12 છોડ તૈયાર કરી સોમનાથ દાદાને અર્પણ કરતા સોમનાથ ટ્રસ્ટના મેનેજર સહિતના કર્મીઓ દ્વારા બીલ્વવનમાં વાવેતર કરતાની સાથે જ આભમાંથી વરસાદ વરસવાનું શરૂ થયું હતું. આ દરેક છોડમાં ત્રણથી વધુ પાન આવશે આમ આવનારા સમયમાં સોમનાથ મહાદેવને અલભ્ય 5,7,9,11 બીલીપત્રનો શ્રૃંગાર કરાશે.

અન્ય સમાચારો પણ છે...