તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:વેરાવળમાં ગૌ હત્યારાઓને ગુજસીટોકનાં દાયરામાં લાવવાની માંગ સાથે ધરણાં

વેરાવળ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધરણા પર બેઠેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી

વધતા જતી ગૌ હત્યા અને ગૌ તસ્કરીને લઈને સરકાર દ્વારા ગુજસિટોકનો કાયદો અમલમાં મુકાવામાં આવ્યો છે. ત્યારે આવી તસ્કરી કરનારા પર ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા ઉપવાસ પર બેઠેલા વેરાવળ હિન્દુ યૂવા સંગઠનના જિલ્લા અધ્યક્ષની ધરપકડ કરવામાં આવી છે.

વેરાવળમાં હિન્દુ યુવા સંગઠનના જિલ્લા અધ્યક્ષ જતીનબાપુ અને સભ્યો ગઈકાલે સવારથી આમરણ ઉપવાસ પર બેઠા હતા. ગૌ હત્યા અને ગૌ તસ્કરીના વધતા જતા બનાવોના પગલે હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે. જેથી ગૌ હત્યા અને ગૌ તસ્કરી કરનાર ગુનેગારોને ગુજસિટોકના કાયદા હેઠળ સજા આપવામાં આવે તેવી માંગ સાથે હિન્દુ યુવા સંગઠન દુ:ખ ભંજન હનુમાનજી મંદિર, રીંગ રોડ ખાતે ઘરણા પર બેઠા હતા. યુવા સંગઠન તથા તેમની ટીમ સહિતનાઓની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો