તંત્ર સામે રોષ:લોકોએ કહ્યું 2500 રૂપિયા વેરો ભરીએ છીએ, છતાં પાલિકા સારા રસ્તા પણ નથી આપતી

કાજલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્ર.પાટણ વોર્ડ નં-2નાં સ્થાનિકો બે વર્ષથી રજૂઆત કરીને થાક્યા

પ્ર.પાટણ વોર્ડ નં-2માં ઘણા સમયથી મુખ્ય માર્ગ બિસ્માર હોય અને રજૂઆત બાદ પણ કામગીરી શરૂ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્ર.પાટણ વોર્ડ નં-2માં મુખ્ય રસ્તો બિસ્માર હોય અને વાહન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. જેથી રસ્તાનાં નવિનિકરણને લઈ લોકો બે વર્ષથી રજૂઆત કરી રહ્યાં છે.

પરંતુ જાણે કોઈ સાંભળતુ જ ન હોય તેમ કામગીરી શરૂ થતી નથી. અને પાલિકા દ્વારા ઉડાવ જવાબ અપાતો હોવાનો આક્ષેપ પણ લોકો કરી રહ્યાં છે. વધુમાં લોકોએ કહ્યું હતું કે, પરિવાર દીઠ વાર્ષીક આશરે 2500 રૂપિયાનો વેરો ભરવામાં આવે છે. પરંતુ સુવિધા મળતી નથી. અમારે માત્ર સારા રસ્તા અને પાણીની સગવડ જોઈતી હોય છે. જો કે, તંત્ર રસ્તા પણ બનાવી આપતું નથી. ચોમાસામાં પાણી ભરાતુ હોય ચાલવુ પણ મુશ્કેલ બનતુ હોય જેથી લોકોએ સ્વખર્ચે થોડો માર્ગ બનાવ્યો હતો. આ અંગે ચીફ ઓફિસર સહિતને રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...