હાઇકોર્ટનો મનાઇ હુકમ:કોરોનામાં લોકો ઓક્સિજન માટે તડફતા હતા, તમે આટલા વૃક્ષ કાપી નાંખ્યા!!

વેરાવળ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેરાવળ શ્રીશ્રીપાર્કમાં વૃક્ષ નિકંદન સામે હાઇકોર્ટનો મનાઇ હુકમ

વેરાવળ પાલિકાએ શ્રીશ્રીપાર્કમાં ટાઉનહોલ બનાવવા માટે વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું હતું. આ અંગે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરાઈ હતી. અને કોર્ટે સ્ટે આપી પાલિકાએ કરેલી કામગીરીની ઝાટકણી કાઢી હતી. વેરાવળ પાલિકાએ શહેરની ટીપી સ્કીમ નં-1 અંતિમ ખંડ સંખ્યા 290નાં પ્લોટ પર શોપીંગ સેન્ટર અને ઓડિટોરીયમનાં હેતુ માટે ઘટાદાર વૃક્ષોનું કટીંગ કરી નાંખ્યું હતું.

જેથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે જ જાગૃત નાગરિક વિજયભાઈ સાગર દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમની સૂનાવણી હાથ ધરાઈ હતી. તે દરમિયાન કોર્ટે વૃક્ષ નિકંદનને લઈ પાલિકાની ઝાટકણી કાઢી હતી. અને અધિકારીઓને સુચના અર્થે આ મેટર પેન્ડીંગ રખાઈ છે. કોર્ટે પાલિકાને વેધક સવાલ પણ કર્યા છે. તેમાં જણાવ્યું હતું કે, 1200 વૃક્ષો શા માટે મંજૂરી વગર કપાયા.

કોરોના સમયમાં લોકો ઓક્સીજન માટે તડફતા હતા. ત્યારે આટલા વૃક્ષો દૂર કરવાનું કૃત્ય કેટલું યોગ્ય છે. તમે કઈ રીતે આ વૃક્ષો પર બૂલડોઝર ફેરવી શકો ? આ ઉપરાંત ફરી વૃક્ષોનું વાવેતર કરવા પણ ટકોર કરી છે. જ્યાં સુધી કોર્ટની સુનાવણી પૂર્ણ ન થાય ત્યા સુધી કોઈપણ પ્રકારનું બાંધકામ ન કરવાની સુચના અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...