તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાતમુહૂર્ત:કંસારા કાદી વિસ્તારમાં 11.70 લાખના ખર્ચે પેવર બ્લોક બનાવાશે

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય દ્વારા પેવર બ્લોક રોડનું ખાતમુહૂર્ત કરાયું

વેરાવળ શહેરમાં પેવર બ્લોકના કામો કરવામાં આવશે. જેમાં કંસારા કાદી વિસ્તારમાં મુખ્ય રસ્તાના કામોને મંજુરી મળી ગઈ છે. ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈને રૂ.11.70 લાખના કામો મંજુર કર્યા છે. રોડ બિસ્માર બની જતાં છેલ્લા એકાદ વર્ષથી રોડના કામ માટે ધારાસભ્ય વિમલ ચુડાસમાં દ્વારા મંજુર કરાવા કરેલા પ્રયત્ના પરિણામે અંતે મંજુરી મળતા કંસારા કાદી થી રામાપીરના મંદિર સુધી તથા રામાપીર મંદિર ચોક સુધીના પેવર બ્લોકનું કામ કરવામાં આવશે.

ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની સરકારમાં રજૂઆત અને અધિકારીઓ સાથેની સતત ચર્ચાના અંતે ત્રણેય કામ માટે કુલ રૂ.11.70 લાખ મંજૂર કર્યા છે. જેનુ ખાદમૃહુર્ત વિમલ ચુડાસમાં દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કાનભાઇ ગઢીયા, ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઇ ગોહેલ, વજુભાઈ ડોડીયા, વાલજીભાઇ બામણીયા સહિતના કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...