હાલાકી:ગીરગઢડા ST ડેપોમાં સુવિધાનાં અભાવે મુસાફરો થાય છે પરેશાન

ઊના11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય પંથકમાં છેલ્લા દોઢ વર્ષથી એસટી બસ સેવા બંધ, શરૂ કરવા માંગ

ગીરગઢડા એસટી ડેપોમાં કંટ્રોલ પોઇન્ટ જેવી અનેક સુવિધા ન હોય અને ગીરગઢડા તાલુકનાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસ છેલ્લા દોઢ વર્ષથી બંધ છે. ત્યારે જેને તાત્કાલીક શરૂ કરી મુસાફરોને સુવિધા પુરી પાડવાં રેવાચંદ મોતિરામ ધામેંચાએ વિવિધ પ્રશ્નો અંગે ડીસી અમરેલીને લેખિત રજુઆત કરી હતી.

ગીરગઢડા તાલુકામાં એસટી ડેપો આવેલ તેમાં કંટ્રોલ પોઇન્ટ હોવા છતાં સુવિધા મળતી નથી. ડેપોમાં ટિકીટ બુકિંગની રિઝર્વેશન સુવિધા નથી, શાળામાં અભ્યાસ કરતા છાત્રોને પાસ કાઢી આપવામાં આવતા નથી. કાયમી ટીસીની પોસ્ટ નથી, સાંજના ચાર પછી ઓફીસ બંધ કરી દેવાય છે.

સાંજે સાત વાગ્ય પછી લાઇટ શરૂ કરવામાં આવે છે. ઉપરાંત કોઇ સીક્યોરીટી પણ રાખી નથી. ગીરગઢડામાં દિવસ દરમ્યાન ગીર-સોમનાથ જીલ્લા સાથે આખા દિવસમાં એકમાત્ર વેરાવળ-ભગુડા રૂટની બસ મળે છે. અગાઉ ઊના વેરાવળ જવા માટે વાયા હરમડીયા લોકલ બસની સેવા ચાલુ હતી. જે છેલ્લા દોઢ વર્ષથી બંધ કરી દેવામાં આવી છે. આથી અનેક સુવિધા ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...