વેરાવળમાં ખાનગી કંપની દ્વારા થતા અન્યાય સામે કામદારોએ આવેદન પાઠવ્યું હતું. જેમાં ફીક્સ કામદારમાંથી મુક્ત કરી બદલી, કપંનીના કામદાર કરવા સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કામદારોનું બેઝીક અને ડીએ 15 હજાર કે તેથી વધુ હોય તેમના 12 પીએફની રકમ તરીકે કપાત કરવા આદેશ થયેલ છે. પરંતુ કંપનીના કામદારોનું બેઝીક અને ડીએ 15 હજાર થતુ નથી છતાં કંપની દ્વારા 1800 રૂપિયા પીએફના કપાત કરાઈ રહ્યા છે. ત્યારે કંપની ક્યા આધારે આવુ કરી રહી છે.
જેની માહીતી આપવા, લોંગ ટર્મ સેટલમેન્ટની અવધી નવેમ્બર-2019માં પૂર્ણ થઈ છે. જેને 20 માસ જેવો સમય વિતી ગયો છે. ત્યાર બાદ વયનિવૃતીના કારણે રીટાયર્ડ થયેલ કામદારોને તેમના હક્કનો લાભ આપવા કામદાર મિત્રમંડળએ મુખ્યમંત્રી, શ્રમમંત્રી, શ્રમ આયુક્ત, કે.લેબર કમીશનર, આશી. લેબર કમીશનર, કલેકટર, નાયબ કલેકટરને આવેદન આપી રજૂઆત કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.