સોમનાથ મંદિરને આટલો વિશાળ બિલ્વપત્રનો જથ્થો સોમનાથ ટ્રસ્ટ હસ્તકનું બિલ્વવન પુરૂ પાડે છે. સોમનાથ ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરી તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ અંગેની વ્યવસ્થાઓ ગોઠવી છે. વેરાવળ-ઉના હાઇવે ઉપર સોમનાથ ટ્રસ્ટનું લીલુછમ ઘટાદાર બિલ્વવન આવેલું છે. જેમની સ્થાપના વર્ષ 2001માં સોમનાથ મંદિરે મંદિરની વિશાળ માંગ અને જરૂરીયાત માટે આ વન ઉભું કર્યું છે. જેમાં 750 જેટલા બિલ્વવૃક્ષો પથરાયેલાં છે.
મંદિરની દૈનિક પૂજામાં અને ભાવિકો તરફથી નોંધાવવામાં આવેલા બીલીપત્ર પૂજા માટે અહીંથી બારે ય માસ બિલીપત્રો મંદિર સુધી પહોંચાડાય છે. જેમાં કાયમ માટે બે બેગ સોમનાથ મંદિર તથા અહલ્યાબાઇ સોમનાથ મંદિરે પહોંચાડાય છે. પરંતું પવિત્ર શ્રાવણ માસમાં12 થી 13 બેગ મોકલાતા હોય છે. પવિત્ર શ્રાવણ માસમાં બિલીવન ખાતે આ માટે 14 જેટલા લોકો વહેલી સવારથી સાંજ સુધી કાર્યરત હોય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.