સમસ્યા:સૈયદ રાજપરા પ્રાથમિક શાળામાં 1400 છાત્રો સામે માત્ર 17 શિક્ષક

ઊના19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયમ મુજબ નિમણૂંકને લઈ સરપંચે સીએમને રજૂઆત કરી

સૈયદ રાજપરા ગામે આશરે 12 હજારની વસતી છે. અને મુખ્ય આજીવીકા માછીમારી સાથે સંકળાયેલી છે. અને બાળકો જે શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે. એ શાળામાં શિક્ષકોની ઘટ છે. આ અંગે યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે. આ શાળામાં કુલ 1407 છાત્રો સામે માત્ર 17 શિક્ષક જ છે. જેમાં પણ એક શિક્ષક પાસે આચાર્યનો ચાર્જ હોય અને એક શિક્ષક અન્ય જગ્યાએથી સજામાં આવ્યા હોય. જેથી છેલ્લા ત્રણ મહિનાથી હાજર રહ્યાં નથી.

જેના કારણે 1400છાત્રો વચ્ચે માત્ર 15 શિક્ષકો હોય જેથી સૈયદ રાજપરા પ્રા. શાળામાં શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે સરપંચ ભરતભાઈ કામળીયાએ સીએમને રજૂઆત કરી છે. સૈયદ રાજપરા પ્રા. શાળામાં 1 થી 8 ધોરણમાં અભ્યાસ કરતા 1407 બાળકો છે. જેમાં ધો. 1 થી 5માં 936 બાળકો છે અને રાઇટ ટુ એજ્યુકેશન મુજબ 30 બાળકોની સંખ્યા મુજબ 1 શિક્ષક હોવા જોઈએ.

આ મુજબ 93 બાળકોએ 31 જેટલા શિક્ષકો હોવા જોઈએ. જેની સામે માત્ર 7 શિક્ષકો છે. જે મુજબ ધો. 1 થી 5 માં કુલ 24 શિક્ષકોની જગ્યા ખાલી છે. તથા ધો. 6 થી 8 માં કુલ 470 બાળકોની સામે 9 શિક્ષકો છે. જે રાઇટ ટુ એજ્યુકેશન મુજબ 35 બાળકોની સંખ્યા મુજબ 1 શિક્ષક હોવા જોઇએ. જે મુજબ ધો. 6 થી 8 માં કુલ 13 જેટલા શિક્ષકો હોવા જોઇએ. જેની સામે ફક્ત 9 શિક્ષકો છે. જે મુજબ 6 થી 8 માં કુલ 4 શિક્ષકોની જગ્યા ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...