તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:10 લાખની વસ્તી ધરાવતા ગિર-સોમનાથ જિલ્લામાં માત્ર 100 બેડની જ હોસ્પિટલ !

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેરાવળ સિવિલ હોસ્પિટલમાં કોરોના માટેની જરૂરી સુવિધા પુરી પાડવા રજુઆત

ગીર સોમનાથ જીલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે. જેના પગલે રાજ્ય સરકાર સુવિધામાં વધારો કરે તે અર્થે ગીર સોમનાથ જીલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેકટર કચેરી ખાતે ધરણા સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ જીલ્લો 10 લાખની વસ્તીમાં ધરાવતો જીલ્લો છે. જેની સામે સિવીલ હોસ્પીટલમાં ઓક્સિજન બેડની સંખ્યા માત્ર 70 લોકો માટે રાખવામાં આવેલ છે. તેમજ માત્ર 20 વેન્ટીલેટર બેડ તૈયાર કરાયા છે. જેથી આરટીપીસીઆર ટેસ્ટ લેબોરેટરી તાત્કાલીક શરૂ કરવી અને આજની સ્થીતીએ રીપોર્ટ પાંચ દીવસે આવે છે તે બીજા દીવસે મળે તથા એન્ટીજન ટેસ્ટ કીટમાં વધારો, રેમડેસીવર તથા જરૂરી ઈન્જેકશન અને દવાની પુરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવા જેવી અનેક માંગ કરાઈ છે.

ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, વિરોધપક્ષના નેતા અભય જોટવા, મનસુખભાઇ ગોહેલ, અશોકભાઈ ગદા, દિનેશભાઈ રાયઠઠ્ઠા, રાકેશ ચુડાસમા, મહેશ ચૂડાસમા સહિતની અધ્યક્ષતામાં નાયબ કલેકરને આવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...