કાર્યવાહી:નાલીયા માંડવી નજીક કારમાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

ઊના17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવથી દારૂની હેરાફેરી કરતા શખ્સો પર પોલીસે લાલઆંખ કરી
  • પોલીસે 469 દારૂની બોટલ, કાર મળી 1.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

કેન્દ્ર શાસીત પ્રદેશ દિવથી દારૂની હેરાફેરી દિનપ્રતિદીન વધતી જતી હોય તેમ ઊનાના નાલીયા માંડવી ગામ નજીક દિવથી આવતી કારને રોકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલનાં જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે. પ્રાપ્ત વિગત મુજબ જેન્તી રામભાઇ ડાભી રહે. ઝાંખરવાળા તે દિવથી કાર નં.જીજે-15-એડી-0072માં દારૂ લઇ દેલવાડા તરફ આવતો હોવાની બાતમી મળી હતી.

જેના આધારે પોલીસે નાલીયા માંડવી ગામ નજીક વોચ ગોઠવી કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની જુદી-જુદી બોટલો નં.468, મોબાઇલ, કાર સહીત કુલ કિ.રૂ.1.39 લાખથી વધુનાં મુદામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ અંગે પોલીસે પુછપરછ કરતા પ્રતિક જીણા ડોડીયા રહે.ઝાખરવાડાએ દારૂનો જથ્થો આપ્યો હોવાનું ખુલતા આ શખ્સને પકડી પાડવા પોલીસે ચક્રગતિમાન કર્યાં છે. પોલીસે બન્ને શખ્સો વિરૂ્દ્ધ ફરિયાદ નોઁધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...