તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાઉ-તે અસર:ગિર સોમનાથમાં વરસાદ ખેંચાતાં એક લાખ હેક્ટર ઓછું વાવેતર

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ ખેંચાયો, સાથે તાઉતે વાવાઝોડું પણ ખેડૂતો માટે વિલન બન્યું

ગિર સોમનાથ જિલ્લામાં આ વર્ષે જગતના તાત પર કુદરત જાણેકે રૂઠી હોય એવો માહોલ સર્જાયો છે. ગત વર્ષે જે વાવેતર થયું હતું એની સરખામણીએ વાવેતર વિસ્તારમાં 1 લાખ હેક્ટરનો ઘટાડો થયો છે. ખાસ કરીને મે માસની મધ્યમાંજ તાઉતે વાવાઝોડું ત્રાટક્યા બાદ ઊના, ગિરગઢડા અને કોડીનાર તાલુકામાં જમીનજ વાવેતર માટે તૈયાર કરી શકાય એવી સ્થિતી રહી નથી.

ગિર-સોમનાથ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસું પાછળ હોવાને લીધે ખેડૂતોએ ગતવર્ષની સરખામણીમાં હજુ 1 લાખ હેક્ટર ઓછું વાવેતર થયું છે. ગત વર્ષે જૂન સુધીમાં ગિરગઢડામાં 27,858 હેક્ટરમાં, કોડીનારમાં 28,560 હેક્ટરમાં, સૂત્રાપાડામાં 19,369 હેક્ટરમાં, તાલાલામાં 15,796 હેક્ટરમાં, ઊનામાં 32,298 હેક્ટરમાં અને વેરાવળમાં 21,140 હેક્ટર મળી કુલ 1,45,017 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. તેની સામે આ વર્ષે ગિરગઢડામાં 2,952, કોડીનારમાં 13,020, સૂત્રાપાડામાં 13,135, તાલાલામાં 3,807, ઊનામાં 800 અને વેરાવળમાં 13,150 મળી કુલ 46,864 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. આ વર્ષે ચોમાસું પાછળ ઠેલાવાને લીધે ગતવર્ષની સરખામણીએ હજુ સુધી પૂરતું વાવેતર થયું ન હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ઊના, ગિરગઢડા અને કોડીનાર તાલુકામાં તાઉતે વાવાઝોડાને લીધે જે નુકસાન થયું તેને લીધે હજુ સુધી જમીન જ વાવણીલાયક બની શકી નથી.

આ વર્ષે ક્યા તાલુકામાં કેટલો વરસાદ ?
આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સરેરાશ 274 મીમી વરસાદ નોંધાયો છે. જેમાં ઊના 19 મીમી, કોડીનાર 50 મીમી, ગિરગઢડા 15 મીમી, તાલાલા 90 મીમી, વેરાવળ 57 મીમી અને સૂત્રાપાડા તાલુકામાં 43 મીમી વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...